ચેન્નાઈ સુપર કિંગ્સ એ પ્લેયર જેને કરવામાં આવે છે 8 સીઝનથી રિટેન

Mar 13, 2019, 14:57 IST

ચેન્નાઈ સુપર કિંગ દ્વારા ધોની બાદ રવિન્દ્ર જાડેજાને રિટેન કરવામાં આવ્યો છે. ધોની બાદ જાડેજા 11માંથી 8 સિઝન ચેન્નાઈ તરફથી રમ્યો છે. રવિન્દ્ર જાડેજા મિડ ઓવર્સમાં અનએક્સપેક્ટેડ બોલર માનવામાં આવે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ એ પ્લેયર જેને કરવામાં આવે છે 8 સીઝનથી રિટેન
23 માર્ચથી શરુ થાય છે IPL

IPLને હવે માત્ર થોડા દિવસો બાકી છે. પ્લેયિંગ ભારતીય ટીમ પણ ઓસ્ટ્રેલિયા સિરીઝ પછી IPLમાં જોડાશે. ભારતીય ભુતપૂર્વ કેપ્ટન ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ બીજી ટીમ છે જેણે IPL ત્રણ વાર જીત્યો છે. ચેન્નાઈ સુપર કિંગ દ્વારા ધોની બાદ રવિન્દ્ર જાડેજાને રિટેન કરવામાં આવ્યો છે. ધોની બાદ જાડેજા 11માંથી 8સિઝન ચેન્નાઈ તરફથી રમ્યો છે જ્યારે 2 સીઝન ગુજરાત લાયન્સ તરફથી રમ્યો છે.રવિન્દ્ર જાડેજા મિડ ઓવર્સમાં અનએક્સપેક્ટેડ બોલર માનવામાં આવે છે જે ચેન્નાઈને મિડ ઓવર્સમાં સફળતા અપાવવામાં એક્સપર્ટ માનવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા બોલિંગ જ નહી બેટિંગમાં પણ ટીમને સપોર્ટ કરે છે. લેફ્ટ હેન્ડર બેટ્સમેન તેની હીટ્સ માટે જાણીતો છે.

સર રવિન્દ્ર જાડેજા તેની ફિરકી અને ફાસ્ટ સ્પિન બોલિંગ માટે જાણીતો છે. કોઈ પણ પિચ પર સિધી સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ નાખવામાં જાડેજા એક્સપર્ટ છે અને આ જ કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને ઘણી વખત મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. જાડેજા 2010 સિઝન છોડીને બધી જ સિઝન ચેન્નાઈ માટે રમ્યો છે. જાડેજા ચેન્નાઈ માટે અત્યાર સુધી 154 મેચ રમ્યો છે જેમાં 93 વિકેટ તેના નામે છે. જાડેજા IPLમાં 5 વિકેટ લેનાર બોલરોની યાદીમાં પણ સામેલ છે. જાડેજાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 16 રનમાં 5 વિકેટ છે. આ સિવાય 3 વાર 4 વિકેટ પોતાના નામે કરી ચુક્યો છે.

 

આ પણ વાંચો: જાણો કેમ કૃણાલ પંડ્યા છે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ

 

રવિન્દ્ર જાડેજા બોલિંગમાં નહી મોટી હિટ્સ ફટકારવામાં પણ માહિર છે. અંતિમ ઓવર્સમાં મોટી હિટ્સ માટે જાડેજા જાણીતો છે. 120થી વધુ સ્ટ્રાઈક રેટથી વિરોધી ટીમ પર રનોનો વરસાદ કરી શકે છે. જાડેજાના નામે 154 મેચમાં 24ની એવરેજથી 1821 રન બનાવ્યા છે. ટીમ માટે 7માં ક્રમે બેટિંગ કરતા જાડેજાએ ઘણી મેચોમાં ટીમને જીત અપાવી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK