પાઈપમાં કાટના કારણે થઈ કાંકરિયા રાઈડ દુર્ઘટના, FSL રિપોર્ટ કરાયો રજૂ

17 July, 2019 10:03 PM IST  | 

પાઈપમાં કાટના કારણે થઈ કાંકરિયા રાઈડ દુર્ઘટના, FSL રિપોર્ટ કરાયો રજૂ

કાંકરિયા રાઈડ દુર્ઘટનાનો FSL રિપોર્ટ કરાયો રજૂ

કાંકરિયા રાઈડ તૂટવા બાબતે ગાંધીનગરમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અઘ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા, પોલીસ કમિશનર એ.કે સિંઘ, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં FSL રિપોર્ટ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો અનુસાર , કાંકરિયાની ડિસ્કવરી રાઈડની પાઇપ વજન ખમી શકે તેવી હાલતમાં નહતી અને તેમાં કાટ લાગી ગયો હતો. માનવામં આવી રહ્યું છે કે, પાઈપમાં લાગેલી કાટના કારણે રાઈડ તૂટી ગઈ હતી.

અમદાવાદના કાંકરિયામાં બાળકોના પ્લે એરિયામાં અચાનક રાઈડ તૂટી પડતા અફરા તફરી મચી ગઈ હતી. અચાનક રાઈડ તૂટી પડતા 3 લોકોના મોત થયા હતા. કાંકરિયામાં બાલવાટિકા નજીકની રાઈડ તુટતા 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 32 લોકોની કેપેસિટી વાળી ડિસ્કવરી નામની રાઈડ અચાનક તૂટી પડી હતી જેના કારણે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: હેપ્પી ઈમોજી ડે: કોણે કરી ઈમોજી દિવસની શરૂઆત

આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસનાં આદેશ આપી દીધા હતા તથા સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કોઇ પ્રથમ ઘટના નથી કે અમદાવાદમાં રાઇડ તૂટી હોય આ પહેલા પણ નારોલના રંગોલીનગર ખાતે ખાતે આનંદમેળો ચાલી રહ્યો હતો જ્યાં ચાંદતારે નામની રાઈડર્સનો એક ડબ્બો નીચે પટકાયો હતો. આ ચાલુ રાઈડ્સમાં અચાનક જ થયેલા શોર્ટ સર્કિટનાના કારણે 7 લોકો નીચે પડી ગયા હતા અને બે લોકોનાં મોત નિપજ્યા હતાં.

gujarat gujarati mid-day