ચૂંટણી 2019: નરેશ પટેલના પુત્રએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

25 March, 2019 02:22 PM IST  | 

ચૂંટણી 2019: નરેશ પટેલના પુત્રએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

રાજવીર પટેલ (તસવીર સૌજન્યઃબિપીન ટંકારિયા)

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર રાજવીરે રાજકારણમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. શિવરાજે ચૂંટણી લડવાની ના પાડી છે. ત્યારે હવે પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.

કેટલાક દિવસો પહેલા ખોડલધામના પ્રમુખ નરેશે પટેલે નિવેદન આપ્યું હતું કે રાજકારણમાં જશો તો જ લોકો મહત્વ સમજશે. ત્યાર બાદ રાજવીર ચૂંટણી લડે તેવી ચર્ચા હતી. રાજકોટમાં શિવરાજના નામના બેનર પણ લાગ્યા હતા. એટલું જ નહીં શિવરાજ પટેલ કોંગ્રેસમાં જોડાઈને રાજકારણમાં પગરણ માંડે તેવી અટકળો પણ શરૂ થઈ હતી. પહેલા શિવરાજ રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા સામે કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા હતી. જો કે હવે ખુદ શિવરાજે ચૂંટણી લડવાની ના પાડી છે.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019:શંકરસિંહ વાઘેલાની જાહેરાત,'હું ચૂંટણી નથી લડવાનો'

શિવરાજે નિવેદન આપ્યું કે પરિવારના નિર્ણયને માન્ય રાખી હું ચૂંટણી નહીં લડું. થોડા દિવસથી અમારા સમાજ સાથે ચર્ચા વિચારણ થઇ રહી હતી. સમાજનાં લોકોની લાગણી હતી કે હું ચૂંટણી લડુ પરંતુ પારિવારિક નિર્ણય કરાયો છે કે હું ચૂંટણી નથી લડી રહ્યો. હું અને મારા બાપુજી નરેશ પટેલ સમાજ માટે કામ કરીએ છીએ અને કરતા રહીશું. હું હજી 26 વર્ષનો છું આગળ ઘણી તકો મળશે. જ્યારે મને લાગશે ત્યારે રાજકારણમાં આવીશ પરંતુ હાલ નથી આવી રહ્યો.

gujarat Election 2019 rajkot news