ગુજરાતમાં ગર્જ્યા રાહુલ ગાંધી, કહ્યું મોદી કંઈ કરી નથી શક્યા

15 April, 2019 05:24 PM IST  |  રાજુલા

ગુજરાતમાં ગર્જ્યા રાહુલ ગાંધી, કહ્યું મોદી કંઈ કરી નથી શક્યા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. લોકસબાની ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધી ગુજરાત ઘમરોળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ રાજુલા-અમરેલી હાઈવે પર આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીએ જંગી સભાને સંબોધન કર્યું.

આ જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ બે બજેટ બનાવવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધન દરમિયાન કહ્યું કે જ કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતો માટે અલગ બજેટ બનશે, સાથે જ રાહુલ ગાંદીએ દેવું નહીં ચૂકવનાર ખેડૂતોને જેલ નહીં કરવાની પણ જાહેરાત કરી છે.

કોંગ્રેસની ન્યાય યોજના વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અમને સવાલો કરે છે કે પૈસા ક્યાંથી આવશે. ન્યાય યોજનાના પૈસા ભાગેડૂઓના બેંક ખાતામાંથી આવશે અને મહિલાઓના ખાતામાં જમા થશે. સાથે જ રાહુલ ગાંધીએ ઈન્કમ ટેક્સ સ્લેબ પણ યથાવત્ રાખવાનો વાયદો કર્યો છે.

આ પણ વાંચોઃ જાણો રાહુલ ગાંધી વિશેની અજાણી વાતો

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપના સાંસદો પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂકી 26 બેઠકો જીતાડી, જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઈક કરી બતાવશે, પરંતુ આ વાત ખોટી પડી છે. મોદીએ 15 લાખ આપવાનો વાયદો કર્યો હતો પરંતુ ભાજપે 5 વર્ષમાં આપેલા વાયદા પૂરા નથી કર્યા.

rahul gandhi congress Gujarat Congress Election 2019