ડાંગઃTVનું રિમોટ ફાટતા બાળક થયો ઈજાગ્રસ્ત

24 April, 2019 03:35 PM IST  |  ડાંગ

ડાંગઃTVનું રિમોટ ફાટતા બાળક થયો ઈજાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

ડાંગમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટેલિવિઝિનનું રિમોટ ફાટતા એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. અત્યાર સુધી તો મોબાઈલ ફાટવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ ડાંગમાં ટેલિવિઝનનું રિમોટ ફાટવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ડાંગમાં નવ વર્ષનો બાળક ટીવીના રિમોટ સાથે રમતો હતો ત્યારે જ અચાનક રિમોટમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થવાથી બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટના ડાંગના ધોળવહળ ગામની છે. જ્યાં 9 વર્ષનો સૂરજ ભાગવત ઘરમાં રમી રહ્યો હતો. રમતા રમતા ટીવીનું રિમોટ સૂરજના હાથમાં આવ્યું, અને અચાનક જ તેમાં વિસ્ફોટ થયો. ટીવીના રિમોટમાં બ્લાસ્ટ થતા સૂરજને હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ હજુ વધુ ગરમી સહન કરવા રહેજો તૈયાર, આકરો થશે ઉનાળો

પરિવારે તાત્કાલિક 108ની મદદથી સૂરજને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બાળકો ઈલેક્ટ્રિક વસ્તુઓ રમવા આપી દેતા હોય છે, ત્યારે આ કિસ્સો આંક ઉઘાડનારો છે.

ગુજરાતીઓ હજુ વધુ ગરમી સહન કરવા રહેજો તૈયાર, આકરો થશે ઉનાળો

gujarat news