બિટકોઈન કેસઃપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર

20 January, 2019 03:58 PM IST  | 

બિટકોઈન કેસઃપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના જામીન મંજૂર

કરોડો રૂપિયાના બિટકોઈન તોડ કેસમાં સંડોવાયેલા ધારીના પૂર્વ MLA નલિન કોટડિયાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. બિટકોઈન કેસમાં કોર્ટે નલિન કોટડિયાને જામીન આપતા હવે તેઓ જેલ બહાર આવી શક્શે. કોર્ટે તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે તેમની બીમાર માતાની સારવાર માટે જામીન આપ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ચર્ચાસ્પદ બિટકોઈન તોડ કેસ મામલે સીબીઆઈએ ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની ધરપકડ કરી હતી. ચર્ચાસ્પદ બિટકોઈન તોડ કેસમાં બિલ્ડર શૈલેષ ભટ્ટે નલિન કોટડિયા સામે 12 કરોડના બિટકોઈન પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે સીઆઈડી ક્રાઈમના સમન્સ બાદ કોટડિયા ફરાર હતા. લગભગ બે મહિનાની તપાસ બાદ કોટડિયાની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરાઈ હતી.

gujarat news