ભાવનગરઃહિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત, 1 ઈજાગ્રસ્ત

02 June, 2019 07:55 PM IST  |  ભાવનગર

ભાવનગરઃહિટ એન્ડ રનમાં 1 વ્યક્તિનું મોત, 1 ઈજાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તાર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક કારે બે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. જેમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું.

આ હિટ એન્ડ રન અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત કરનાર કાર પીજીવીસીએલના થાંભલા સાથે અથડાઈ હતી. જે બાદ કારચાલક કારને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. કાર ચાલક કાર મૂકીને નાસી જતા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અકસ્માતની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ મહિનાઓ બાદ ફરી વધુ એક સિંહનું મોત, મળ્યો મૃતદેહ

જો કે સમયસર પોલીસે આવીને આખો મામલો થાળે પાડ્યો હતો. હાલ પોલીસે કારનો કબજો લઈ કાર માલિકને શોધવાની તજવીજ હાથ ધરી છે.

bhavnagar gujarat news