અમિત શાહની પતંગબાજીની મજા બગાડી BJPના જ કાર્યકરોએ

15 January, 2019 09:56 AM IST  |  અમદાવાદ

અમિત શાહની પતંગબાજીની મજા બગાડી BJPના જ કાર્યકરોએ

અમિત શાહ પતંગબાજી કરવા માટે નવા વાડજ વિસ્તારમાં

અમિત શાહને પતંગબાજીનો ખૂબ શોખ છે અને ગુજરાતથી દૂર રહ્યા પછી તે અચૂક પ્રયાસ કરે છે કે ઉતરાણ સમયે અમદાવાદ આવી શકે. જોકે ગઈ કાલે તેમનો અમદાવાદનો આ વખતનો ફેરો ફોગટ રહ્યો હતો. બન્યું એવું હતું કે અમિત શાહ પતંગબાજી કરવા માટે નવા વાડજ વિસ્તારમાં સ્વામીનારાયણ પાર્કમાં પહોંચ્યા ત્યારે તેઓ આવે એ પહેલાં મોટી સંખ્યામાં BJPના કાર્યકરો આવી ગયા હોવાથી અગાસીની હાલત પેલી કહેવત ‘સાંકડી મઢી ને બાવાં ઝાઝાં’ જેવી થઈ ગઈ હતી.

આ પણ વાંચો : ૩૦થી વધુ લોકો કૉર્નર થયા છે જયંતી ભાનુશાલીના મર્ડરકેસમાં

અમિતભાઈ માટે પતંગ પહેલેથી ચગાવી રાખવામાં આવી હતી, જે તેમણે હાથમાં લીધી કે તરત જ ગુજરાત BJPના પ્રમુખ જિતુ વાઘાણીએ ફીરકીનો કબજો હાથમાં લઈ લીધો, પણ પતંગ ચગાવવા માટે અમિતભાઈને તેમની આજુબાજુમાં જેટલી ખુલ્લી જગ્યાએ જોઈએ એ તેમને મળતી નહોતી એટલે રોકડી દોઢ મિનિટમાં તેમણે પતંગ બીજા કોઈને પકડાવી દેવી પડી હતી.

amit shah bharatiya janata party ahmedabad