અમિત શાહે સીસીટીવી કૅમેરા આધારિત વિશ્વાસ પ્રોજેક્ટને શરૂ કરાવ્યો

12 January, 2020 10:19 AM IST  |  Mumbai Desk

અમિત શાહે સીસીટીવી કૅમેરા આધારિત વિશ્વાસ પ્રોજેક્ટને શરૂ કરાવ્યો

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તેમણે સાઇબર ક્રાઇમને અટકાવતી ઍપ્સનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ સમયે અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં સાઇબર ક્રાઇમથી પીડાતા લોકોને સાયબર આશ્વસ્ત ખરા અર્થમાં આશ્વસ્ત કરશે. આ માટે તેમણે રાજ્યની પોલીસને અભિનંદન પાઠ્યાં હતાં. આ ઍપ્સના લૉચિંગ સમયે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓથી વીડિયો કૉન્ફરન્સથી પોલીસ-કર્મચારીઓ જોડાયા હતા. સાઇબર ક્રાઇમને અટકાવતી ઍપ્સ સહિતના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાત આવ્યા. સવારે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર પહોંચ્યા.

આ ઉપરાંત તેમણે સીસીટીવી કૅમેરા આધારિત વિશ્વાસ પ્રોજેક્ટને શરૂ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટથી રાજ્યનાં ૩૪ જિલ્લામથકો અને ૭ પર્યટકસ્થળો મળીને ૪૧ શહેરોમાં ઍડ્વાન્સ ઍનૅલિટિક્સ આધારિત સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિ પર નજર રખાશે.

સીએએ પર વિપક્ષનાં જુઠ્ઠાણાંએ દેશમાં અરાજકતાનો માહોલ બનાવ્યો : અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે ગાંધીનગર ખાતે સાઇબર ક્રાઇમને અટકાવવા માટેની ‘આશ્વસ્ત’ ઍપના લોકાર્પણ કાર્યક્રમમાં વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે નાગરિકતા સુધારણા કાયદા (સીએએ) અંગે વિપક્ષના જુઠ્ઠાણાએ દેશમાં અરાજકતા ફેલાવી છે. તેમણે જણાવ્યું કે સીએએનો હેતુ લોકોને નાગરિકતા પ્રદાન કરવાનો છે તેમની નાગરિકતા છીનવી લેવાનો નહી. તેમણે બીજેપીના કાર્યકરોને અપીલ કરી કે તેઓ ઘરે-ઘરે જઈને લોકોને આ નવા કાયદાની જોગવાઈઓ અંગે સમજ આપે.

gujarat amit shah ahmedabad