વરસાદ માટે આજે શક્તિપીઠ અંબાજી બંધનું એલાન, બજારો સ્વયંભૂ બંધ

11 July, 2019 10:06 AM IST  |  અંબાજી

વરસાદ માટે આજે શક્તિપીઠ અંબાજી બંધનું એલાન, બજારો સ્વયંભૂ બંધ

એક તરફ દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે, બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારો હજી કોરાકટ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજી વરસાદની વાટ જોવાઈ રહી છે. જુલાઈના દસ દિવસ વીતવા છતાંય વરસાદ ન આવતા હવે રાજ્યમાં વરસાદ માટે આહવાન શરૂ કરાયું છે. વરસાદ માટે આજે અંબાજી શક્તિપીઠ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સરપંચના એલાનને કારણએ અંબાજી ગામના ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. અંબાજીના બજારો પણ સ્વયંભૂ બંધ રહ્યા છે.

બંધના એલાનને પગલે વહેલી સવારથી જ અંબાજી જડબેસલાક બંધ દેખાઈ રહ્યું છે. શાળા કોલેજોમાં પણ રજા આપી દેવાઈ છે. વરસાદની માગ સાથે બંધનું એલાન કરાયું છે, ત્યારે વહેલી સવારથ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ વરસાદને રિઝવવા માટે રામધૂન બોલાવવાાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હજીય વરસાદની રાહ જોવાઈ રહી છે. રાજકોટના જેતપુરમાં સતીમાતાના મંદિરમાં 24 કલાકની રામધૂન શરૂ કરાઈ છે. આયોજકોએ જણાવ્યું હતું કે જો વરસાદ નહીં વરસે તો 24 કલાક બાદ પણ રામધૂન બોલવવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્યના 33 તાલુકાઓમાં મેઘમહેરઃ વઘઈમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ

બોટાદના ખેડૂતોએ પાણીની માંગણી સાથે રામધૂન બોલાવી હતી. ગઈકાલે બોટાદની બ્રાન્ચ કેનાલ ખાતે નર્મદાના પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો કેનાલમાં ઉતરી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. ખેડૂતોએ જણાવ્યું ગતું કે સરકારે પાણી છોડવાની જાહેરાત કરી હોવા છતાં કેનાલમાં પાણી નહીં છોડતા અમે રામધૂન બોલાવી રહ્યાં છે.

gujarat news Gujarat Rains