અમદાવાદ:નીતિ આયોગના ચેરમેનના કાફલાનો મોટો અકસ્માત

18 January, 2019 02:52 PM IST  | 

અમદાવાદ:નીતિ આયોગના ચેરમેનના કાફલાનો મોટો અકસ્માત

અમદાવાદમાં નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતના કાફલાને અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ અકસ્માતમાં એક સાથે 12 ગાડીઓ અથઢાઈ હતી. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈને ઈજા નથી પહોંચી

ગાંધીનગરમાં ચાલી રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં ભાગ લેવા માટે નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંત પણ પહોંચ્યા છે. મળતી માહિતી પ્રમાણે નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતના કાફલાને અમદાવાદના શાંતિપુરા સર્કલ નજીક અકસ્માત નડ્યો હતો. અમિતાભ કાંતના ગાડીઓના કાફલાની 12 ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી. એકની પાછળ એક એમ ગાડીઓ અથડાઈ હતી.

ગુજરાતમાં 17મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 ચાલી રહી છે. વાઈબ્રન્ટમાં હાજરી આપવા વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે રહેશે. તેમજ ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં દેશ-દુનિયાના અલગ અલગ ડેલિગેશન ગુજરાતમાં છે. ત્યારે મહાનુભવોને લેવા તેમજ મૂકવા માટે અલગથી ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આજે નીતિ આયોગના ચેરમેનના કાફલાને અમદાવાદમાં અકસ્માત નડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચોઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019: ડુઇંગ બિઝનેસમાં 65 રેંકની છલાંગ લગાવીઃ મોદી

જો કે અકસ્માત થયા બાદ પોલીસે તમામ ગાડીઓને રસ્તાની સાઈડમાં મૂકી દીધી છે. 12 કારોમાં રહેલા લોકો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ અકસ્માતમાં પોલીસની ગાડીઓની પણ ઘડાકાભેર ટકરાઇ હતી.અકસ્માતને પગલે ભારે નુક્સાન થયું છે. તેમજ પોલીસની પાઈલટ વાનને પણ અક્સ્માત નડ્યો છે. અકસ્માત પછી તમામ ગાડીને રસ્તાની સાઈડમાં ખસેડવામાં આવી હતી

gujarat news