અમદાવાદ ટ્રાફિક પોલીસની અપીલ, સ્ટોપ લાઈન દોરાવા કરો જાણ

05 May, 2019 12:43 PM IST  |  અમદાવાદ

અમદાવાદ ટ્રાફિક પોલીસની અપીલ, સ્ટોપ લાઈન દોરાવા કરો જાણ

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકને લઈ પોલીસ ખૂબ જ સક્રિય થઈ છે. તેમાંય CCTV કેમેરા એક્ટિવ થયા બાદ હવે લોકો પણ નિયમનું પાલન કરી રહ્યા છે. કેટલાક મહિનાઓ પહેલા પોલીસે કરેલી ટ્રાફિક ડ્રાઈવ બાદ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ છે. ત્યારે અમદાવાદ પોલીસે હવે ટ્રાફિકના નિયમ પાળી શકાય તે માટે અમદાવાદીઓને ખાસ અપીલ કરી છે.

અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને અપીલ કરી છે કે જ્યાં સ્ટોપ લાઈન દોરવાની જરૂર હોય તે જગ્યાની પોલીસને જાણ કરો. હાલ અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમન પર ખાસ ધ્યાન આપી રહી છે. પરિણામે જુદા જુદા ચાર રસ્તાઓ પર સ્ટોપ લાઈનના પટ્ટા ફરી દોરાઈ રહ્યા છે. જેથી વાહનચાલકો સ્ટોપ લાઈન જોઈને તેની પાછળ ઉભા રહી શકે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ સાવધાન..!! જાહેરમાં ગીત ગાવા કે મિમિક્રી કરશો તો કાનૂની પગલાં

અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને અમદાવાદીઓની મદદ માગી છે. પોલીસે ટ્વિટમાં લખ્યું છે,'Stop Line re-paint work. Please suggest locations so we can improve on it.'

 

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હવે ટ્રાફિકની સાથે સાથે અન્ય નિયમોનું પાલન પણ કડક થઈ રહ્યું છે. તાજેતરમાં જ પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકવા બદલ અને જાહેરમાં ગુટખા ખાવા બદલ પણ CCTVના આધારે મેમો આપવામાં આવ્યા હતા.

ahmedabad gujarat news