દિવાળીમાં પૈસા ન આપતાં પુત્રએ માતા-પિતાને બ્લેડના ઘા માર્યા

31 October, 2019 09:26 AM IST  |  અમદાવાદ

દિવાળીમાં પૈસા ન આપતાં પુત્રએ માતા-પિતાને બ્લેડના ઘા માર્યા

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે દિવાળી બાદ નવા વર્ષના દિવસે સંતાનો માતા-પિતાના આશીર્વાદ મેળવતાં હોય છે. માતા-પિતા પણ સંતાનોને આશીર્વાદરૂપે પ્રેમથી થોડા રૂપિયા આપતા હોય છે. બાપુનગરમાં આવેલી એકલવ્ય ભીલ સોસાયટીમાં રહેતાં સવિતાબેન ભીલ સિવિલની કૅન્સર હૉસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓ તહેવાર હોવાથી તેમના ઘરે હાજર હતાં ત્યારે તેમનો પુત્ર દશરથ ભીલ તેમના ઘરે આવ્યો હતો. દશરથે તેની માતા પાસે દિવાળી હોવાથી ૫૦૦ રૂપિયા માગ્યા હતા. જોકે સવિતાબેને પગાર ન થયો હોવાથી પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. આથી પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને માતાને માર માર્યો હતો. પુત્ર દશરથને વધુ ગુસ્સો આવતાં તે દોડીને બ્લેડ લઈ આવ્યો હતો અને માતાના કાનના તથા અન્ય ભાગે બ્લેડના ઘા માર્યા હતા.

આ પણ વાંચો : આશાપુરા માતાના મઢનો 2.35 કરોડના ખર્ચે વિકાસ થશે

આ દરમિયાન દશરથના પિતા વચ્ચે પડતાં પુત્રએ તેને પણ બ્લેડના ઘા મારી દીધા હતા. બનાવ બાદ બન્નેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ મામલે બાપુનગર પોલીસે સવિતાબેનના પુત્ર દશરથ સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૨૯૪(ખ) મુજબ ફરિયાદ નોંધી ફરાર પુત્રને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

gujarat ahmedabad Crime News