અમદાવાદઃમેટ્રો વિશે આટલું જાણવું છે જરૂરી, કરી શકો છો ફ્રી મુસાફરી

09 February, 2019 01:16 PM IST  |  અમદાવાદ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

અમદાવાદઃમેટ્રો વિશે આટલું જાણવું છે જરૂરી, કરી શકો છો ફ્રી મુસાફરી

મેટ્રોમાં મફત મુસાફરીની મળી શકે છે તક

અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં શહેરીજનો મેટ્રોમાં મુસાફરી કરી શક્શે. ત્યારે હજીય લોકોના મનમાં મેટ્રો અંગે કેટલાક સવાલો છે. આ સવાલોના જવાબ મિડ ડે તમારા માટે લઈને આવ્યું છે.

મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા જાણી લો મહત્વના મુદ્દા

આ છે મેટ્રોની ખાસિયત

1) અમદાવાદ મેટ્રો ટ્રેન ડ્રાઈવર લેસ રહેશે. ટ્રેનમાં બંને તરફ એન્જિન છે.

2) તમામ મેટ્રો સ્ટેશનની બંને બાજુ 8 ઓટોમેટિક ફૅર કલેક્શન (AFC) ગેટ લગાવવામાં આવશે. ગેટના સેન્સર પોઈન્ટ પર ટિકિટ બતાવ્યા બાદ જ બહાર નીકળી શકાશે.

3) સ્ટેશનની બંને બાજૂ 3-3 ટિકિટ બારી હશે, તો લોડ ઘટાડવા માટે 2-2 ટિકિટ વેન્ડિંગ મશીન પણ મૂકાશે.

4) પેસેન્જરોની સુરક્ષા માટે 2 હજાર પેસેન્જરની ક્ષમતા ધરાવતા સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવાશે.

5) પહેલો ફેઝ એપેરલ પાર્કથી વસ્ત્રાલ ગામ વચ્ચે શરૂ થવાનો છે. કોઈ પેસેન્જર વસ્ત્રાલથી બેસે અને અમરાઈવાડીની ટિકિટ લેશે, તો તેનાથી આગળ મુસાફરી નહીં કરી શકે. આ ટિકિટ લઈને એપરેલ પાર્ક સ્ટેશને પ્લેટફોર્મથી બહાર નહીં નીકળી શકાય.

આ પણ વાંચોઃ અમદાવાદ મેટ્રોઃ શહેરના ચારેય ખૂણાને જોડશે મેટ્રો રેલ, જાણો ક્યાં હશે સ્ટેશન

6) પેસેન્જરોને જનમિત્ર કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્ડ BRTS,AMTSમાં વાપરી શકાશે.

7) માર્ચમાં ટ્રેન લોકો માટે ખુલ્લી મુકવામાં આવે ત્યારે શરૂઆતના તબક્કે પેસેન્જરોને ફ્રી મુસાફરીનો લાભ મળે તેવી શક્યતા છે.

ahmedabad gujarat news