અમદાવાદઃસેન્ટ્રલ જેલમાંથી મળ્યો વધુ એક મોબાઈલ

25 March, 2019 03:45 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃસેન્ટ્રલ જેલમાંથી મળ્યો વધુ એક મોબાઈલ

અમદાવાદ સેન્ટ્રલ જેલ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઈલ મળી આવ્યો છે. ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ જેલના તંત્રને જેલમાંથી તમામ ગેરકાયદે મોબાઈલ શોધી કાઢવા આદેશ આપ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ગૃહ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે, 2019ની ચૂંટણી પહેલા જેલના અધિકારીઓએ જેલના અસામાજિક તત્વો કોઈ રાજકીય પક્ષના નેતાઓના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું પડશે. એટલે ગૃહ મંત્રાલયે જેલની સુરક્ષામાં વધારો કર્યો છે. અને 550 નવા પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કેટલાક ભયંકર ગુનામાં સંડોવાયેલા જેલના કેદીઓ જેલ બહાર સંપર્કમાં હોવાનું સામે આવી ચૂક્યુ છે. તો કેટલાક અસામાજિક તત્વો જેલમાં જ રહીને પોતાનું નેટવર્ક ચલાવતા હોવાનું પણ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સ્વીકાર્યુ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે શનિવારે જેલના પરિસરમાં સર્ચ ઓપરેશન દરમિયાન બેરેક નંબર 4/8 સામે જતી ડ્રેનેજ લાઈનમાંથી એક સેલફોન, એક બેટરી, 10 સીમકાર્ડ અને 10 ચાર્ચર મળી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે જેલમાં બે જુદા જુદા જૂથ લંચ સમયે ઝઘડી રહ્યા હતા ત્યારે આ સેલફોન સહિતનો સામાન મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ : રિવરફ્રન્ટ પરથી મહેસાણાના પ્રેમી પંખીડાએ મોતની ડુબકી લગાવી

ઝઘડી રહેલા બે જૂથમાંથી એક જૂથે કાલિયા શેખ, ગુલામ વસી, અનિલ રાબિયા અને મનોજ ગિરી ગોસ્વામી નામના કેદીઓ મોબાઈલ વાપરતા હોવાનો ખુલાસો કર્યો હતો.

Crime News gujarat ahmedabad