અમદાવાદ: ટ્રાફિક પોલીસની આજે મેગા ડ્રાઈવ, 20 પોલીસ ટીમો તૈયાર

25 January, 2019 12:21 PM IST  |  અમદાવાદ

અમદાવાદ: ટ્રાફિક પોલીસની આજે મેગા ડ્રાઈવ, 20 પોલીસ ટીમો તૈયાર

અમદાવાદ ટ્રાફિક પોલીસ (ફાઇલ)

અમદાવાદની ટ્રાફિક પોલીસ હાલ શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ ચલાવી રહી છે. આજે ફરી એકવાર પૂર્વ અમદાવાદમાં પોલીસ મેગા ડ્રાઇવ કરવા જઇ રહી છે. આ ડ્રાઇવ માટે 20 પોલીસ ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાં 10 ટીમો ઝોન 5 અને 10 ટીમો ઝોન 6 વિસ્તારમાં કામ કરશે. આ પોલીસ ટીમોમાં 1 જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ, 1 એડીશનલ કમિશ્નર ઓફ પોલીસ, 4 ડીસીપી, 5 એસીપી, 10 પીઆઇ, 40 પીએસઆઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ આમાં હિસ્સો લેશે. આ આખી ડ્રાઇવ 10 વાગ્યાથી ઝોન 5 અને ઝોન 6 ઓફિસમાં શરૂ થઈ ગઈ છે.

gujarat ahmedabad