પ્રદૂષણ રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ૩૦૦ ઇલેક્ટ્રિક બસ દોડાવશે

14 September, 2019 09:21 AM IST  |  અમદાવાદ

પ્રદૂષણ રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ૩૦૦ ઇલેક્ટ્રિક બસ દોડાવશે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ : (જી.એન.એસ.) પ્રદૂષણ સામે બાથ ભીડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ૩૦૦ ઇલેક્ટ્રિક બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરી છે કે આગામી ૬-૮ મહિનામાં તબક્કાવાર શહેરમાં ૩૦૦ બસો જનમાર્ગ પર દોડશે.

જનમાર્ગની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે આ નિર્ણય લીધો છે. અગાઉ અશોક લેલેન્ડ કંપનીની ૧૮ બસો શરૂ કરવામાં આવી હતી. કંપનીને કુલ ૫૦ બસો શરૂ કરવા માટે ઑર્ડર આપવામાં આવ્યો છે. અપાયેલી મંજૂરી મુજબ તાતા કંપનીની ૩૦૦ ઇલેક્ટ્રિક બસો જનમાર્ગ પર ટૂંક સમયમાં દોડશે.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

એ.એમ.સી.એ વસાવેલી ૧૮ બસોમાં જે બૅટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સ્વૉપ ટેક્નૉલૉજી વાપરવામાં આવી છે. ભારતમાં આ ટેક્નૉલૉજીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક વખત બૅટરી સ્વોક કર્યા બાદ બસને ૪૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે.

ahmedabad gujarat