અમિત શાહ પર ટિપ્પણી મામલે અમદાવાદ મેટ્રો કોર્ટનું રાહુલ ગાંધીને સમન્સ

09 August, 2019 05:54 PM IST  | 

અમિત શાહ પર ટિપ્પણી મામલે અમદાવાદ મેટ્રો કોર્ટનું રાહુલ ગાંધીને સમન્સ

ફાઈલ ફોટો

અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટે દેશના ગૃહપ્રધાન અમિત શાહ પર ટીપ્પણી કરવા મામલે કોન્ગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. રાહુલ ગાંઘીએ જબલપુરની એક સભામાં અમિત શાહ સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના કારણે ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ કરી હતી. આ પહેલા પણ રાહુલ ગાંધીને આ મામલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

મેટ્રો કોર્ટે સમન્સ પાઠવ્યા બાદ રાહુલ ગાંધી દ્વારા બેઠકોમાં વ્યસ્ત હોવાથી વધુ સમયની માંગ કરવામાં આવી હતી. આ માગને સ્વીકારતા સુનાવણી પાછળ ખસેડવામાં આવી હતી જો કે ફરી એકવાર મેટ્રો કોર્ટે સમન્સ પાઠવ્યું છે અને આ મામલે વધુ સુનાવણી 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ જબલપુરની એક જાહેરસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ મર્ડર કેસના આરોપી છે. આ નિવેદનથી નારાજ થયેલા અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં માનહાનિની ફરિયાદ કરી હતી. કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, CBI કોર્ટે અમિત શાહને 2 જાન્યુઆરી 2015ના રોજ એન્કાઉન્ટર કેસમાં નિર્દોષ છોડી મુક્યા હતા. જેથી અમિત શાહને મર્ડર કેસના આરોપી કહી તેમની માનહાનિ કરી હોવાથી રાહુલ ગાંધી સામે માનહાનિની કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ....

ahmedabad gujarati mid-day