નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદિતાને શોધવા ઇન્ટરપોલની મદદ લેવાશે

26 November, 2019 10:16 AM IST  |  Ahmedabad

નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદિતાને શોધવા ઇન્ટરપોલની મદદ લેવાશે

નિત્યાનંદ આશ્રમ વિવાદ

શહેરના હાથીજણ નજીક આવેલા નિત્યાનંદના આશ્રમનો વિવાદ દિવસેને દિવસે વધી જ રહ્યો છે. આ મામલામાં હાલ એક યુવતી કથિત રીતે ગુમ અને બાળકોને ગોંધી રાખવાને કારણે વિવાદ ચાલી રહ્યો છે. આટલા દિવસથી પોલીસ કથિત રીતે ગુમ યુવતી અને જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતા સાથે વિડિયો કૉલિંગથી વાત કરી રહી છે. તો પણ પોલીસને જાણ નથી કે આ યુવતી કયા સ્થળેથી વાત કરી રહી છે. આ અંગે પોલીસે સાઇબર ક્રાઇમની ટીમ પણ કામે લગાડી છે. પરંતુ પોલીસ તેનું લોકેશન મેળવવામાં નિષ્ફળ રહી છે. એથી પોલીસને એવી આશંકા રહેલી છે કે તેઓ ક્યાંક ને ક્યાંક પ્રૉક્સી સર્વરનો ઉપયોગ કરી રહી છે. આજે સૂત્રો પાસેથી મળતી અપડેટ પ્રમાણે આ યુવતીનું લોકેશન ટ્રેસ કરવા હવે ઇન્ટરપોલની મદદ લેવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે.

આ પણ વાંચો : સતત અકસ્માતો સર્જી રહેલી BRTSની સુરક્ષા હવે બાઉન્સરોના હવાલે

નિત્યાનંદિતા વિદેશ ગઈ છે કે નહીં એ જાણવા માટે પોલીસે ઇમિગ્રેશન વિભાગ પાસેથી વિગતો મગાવી હતી જેમાં ખુલાસો થયો છે કે નિત્યાનંદિતા પાંચ નવેમ્બરે સૌનાલી બૉર્ડર થઈને બાય રોડ નેપાલ પહોંચી છે. જોકે નેપાલ પહોંચી એ સમયે તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હતું કે નહીં એ અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

gujarat Crime News ahmedabad