અમદાવાદ: હવેથી મેટ્રો માટે ચૂકવવા પડશે પૈસા

15 March, 2019 05:04 PM IST  | 

અમદાવાદ: હવેથી મેટ્રો માટે ચૂકવવા પડશે પૈસા

મેટ્રો માટે ચુકવવુ પડશે ભાડુ

9 દિવસ ફ્રી મેટ્રોની મુસાફરી બાદ હવે મેટ્રો મુસાફરોએ હવે ચુકવવા પડશે પૈસા. 4 માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોની શરુઆત કરી હતી ત્યારબાદ ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, મેટ્રોની મુસાફરી 9 દિવસ માટે ફ્રી થશે. 9 દિવસ પૂરા થતા ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલા દર અનુસાર ટિકિટ લેવાની રહેશે. આ 9 દિવસ દરમિયાન 75 હજાર અમદાવાદીઓએ મેટ્રોની મુસાફરી કરી હતી

જાણો, હવે ટીકિટનો ભાવ કેટલો રહેશે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ મેટ્રોની શરુઆત અમદાવાદમાં કરવામાં આવી છે અને મુસાફરો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. હાલ આ રુટના સ્ટેશન પર કામ ચાલી રહ્યું હોવાથી મેટ્રો વચ્ચેના કોઈ પણ સ્ટેશન પર રોકવામાં આવશે નહી. નિયત સમયે મેટ્રો વસ્ત્રાલથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ વચ્ચે ચાલશે. અત્યાર આ રુટ માટે ટિકિટ દર રુપિયા 10 નક્કી કરવામાં આવ્યો છે જે બાદમાં ફિક્સ કરવામાં આવશે

 

આ પણ વાંચો: અક્ષય અને પરિણીતિ ચોપરા કેસરીના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા

 

ઉલ્લેખનીય છે કે, 4 માર્ચથી શરુ થયા પછી 2 વાર મેટ્રોને મુશ્કેલીનો સામનો કરવો પણ કરવો પડ્યો હતો. 2 વાર મેટ્રોમાં ટેકનિકલ ખામી ઉભી થઈ હતી જેના કારણે ટ્રેન 2 વાર રસ્તાની વચ્ચે જ રોકાઈ હતી. હાલ અમદાવાદના વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો મેટ્રો રુટ શરુ કરવામાં આવ્યો છે.

ahmedabad