બોપલને AMCની હદમાં ટૂંક સમયમાં થશે સામેલ

08 July, 2019 11:00 AM IST  |  અમદાવાદ

બોપલને AMCની હદમાં ટૂંક સમયમાં થશે સામેલ

બોપલનો AMCમાં થશે સમાવેશ

બોપલની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સામેલ થવાની આશાઓ વધી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે AMC સાથે વાતચીત કરીને આ મામલે તૈયારી શરૂ કરી દીધી છે. આખરે 18 વર્ષની બોપલના નાગરિકોની આશા ફળવા જઈ રહી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે 30 જાન્યુઆરી, 1978માં સરકારી ગેઝેટ પ્રમામે બોપલ અને તેની આસપાસના ગામ ઘુમા, શેલા, આંબલીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી બાકાત રખાયા હતા. પરંતુ 1991થી 2001ન વચ્ચે બોપલમાં જનસંખ્યામાં 148 ટકાનો વધારો નોંધાયો છે.' જે 1981-1991માં માત્ર 26.6 ટકા હતો.

છેલ્લા દોઢ દાયકામાં બોપલના બસંત બહાર રોડ, ગાલા જિમખાના અને બોપલ-ઘુમાના 4 કિલોમીટરના પટ્ટામાં જબરજસ્ત ડેવલપમેન્ટ થયું છે. ખાસ કરીને સાઉથ બોપલ એ બોપલ વિસ્તારનું હબ બની ચૂક્યુ છે. નોર્થ બોપલનો જાણીતો રોડ ચોકોલેટ રોડ જે બોપલ તળાવ, DPS, ISRO કોલોની, GEB ઓફિસ અને શેલા રોડ પાસેથી પસાર થાય છે.

જો કે બોપલ પોતાની ઓળખ માટે સંઘર્શ કરી રહ્યું છે. 2002ની શરૂઆત સુધી અહીં પાયાની સુવિધાઓ, રોડ રસ્તા, પાણીની સુવિધા, કચરાનું મેનેજમેન્ટ જેવી સમસ્યા હતી. જો કે 2005-06માં બોપલના રહીશોએ સહી અભિયાન ચલાવીને પાયાની સુવિધાઓ માટે માગ કરી. આ મામલે હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરાઈ હતી. આ મામલે તત્કાલીન કોંગ્રેસ શાસિત ગ્રામ પંચાયત અને ઔડા વચ્ચે મતભેદ પણ સર્જાયા હતા. જો કે હાઈકોર્ટે 15 ફેબ્રુઆરી 2018ના રોજ આદેશ કરીને બોપલને AUDAમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ઔડાએ બોપલ-ઘુમા વિસ્તાર માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ જાહેર કરી હતી. બોપલ નગરપાલિકાના અધ્યક્ષ જિગીશા શાહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યુંછે કે,'જો બોપલ AMCમાં સામેલ થશે તો બોપલના નાગરિકોનું જ નુક્સાન છે. બોપલ નગરપાલિકા તરીકે અમને અલગ ફંડ મળે છે. પરંતુ AMCમાં સામેલ થયા પછી બોપલે ફંડ માટે હરિફાઈ કરવી પડશે.'

ahmedabad gujarat news