ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની એટીએસે ધરપકડ કરી

16 September, 2019 08:10 AM IST  | 

ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની એટીએસે ધરપકડ કરી

ગાંધીનગરના ખૂબ જ ચર્ચામાં આવેલા સિરિયલ કિલરની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ હવે ગાંધીનગરમાં સિરિયલ કિલર કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. ગુજરાત એટીએસએ સિરિયલ કિલર મોનિષ માળી નામના આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યાર બાદ તેની પૂછપરછ કરતાં એક પછી એક ઘટસ્ફોટ કર્યા હતા. આરોપી સિરિયલ કિલર મોનિષ માળીએ જણાવ્યું હતું કે મેં સાબરમતી વિસ્તારમાંથી પિસ્તોલ ચોરી હતી. હવે પોલીસે પિસ્તોલ ચોરી બાબતે તપાસ હાથ ધરી છે.

ત્રણ હત્યાના કેસમાં ગુજરાત પોલીસ આ કિલરની છેલ્લા ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી. જોકે શુક્રવારે મોડી સાંજે બાતમીના આધારે સરખેજ વિસ્તારમાંથી એટીએસએ આ સિરિયલ કિલરને ઝડપી પાડ્યો હતો. આરોપીએ અડાલજમાં બે અને ઇન્ફોસિટીમાં એક હત્યા કરી હતી. ત્યાર બાદ આ કેસ ગાંધીનગર માટે માથાનો દુખાવો બનેલો હતો.

આ પણ વાંચો:કડાણા અને ભાદર ડૅમમાં પાણીની આવક થતાં આસપાસનાં ગામ અલર્ટ પર

વિસ્તારમાં ડરનો માહોલ બનેલો હતો. પોલીસ માટે ચૅલેન્જરૂપ કેસ બનતો જતો હતો. એવામાં ૯ ડિસેમ્બર, ૧૨ ઑક્ટોબર અને ૨૬ જાન્યુઆરીએ સિરિયલ કિલર આરોપીએ હત્યા કરી હતી. ત્યાર બાદ સિરિયલ કિલર પર બે લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ૩ હત્યાના ગુનામાં સિરિયલ કિલરને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

gujarat Crime News gujarati mid-day