ગુજરાતમાંથી બે વર્ષમાં ૮૯૨૪ કિલો ગાંજો પકડાયો

14 July, 2019 10:54 AM IST  |  ગાંધીનગર

ગુજરાતમાંથી બે વર્ષમાં ૮૯૨૪ કિલો ગાંજો પકડાયો

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત પોલીસે છેલ્લાં બે વર્ષમાં જે રીતે ગાંજાનો જથ્થો ઝડપ્યો છે તે જોતાં ગુજરાતમાં દારૂની સાથે-સાથે નશીલા પદાર્થ ગાંજાનું પણ વ્યસન વધ્યું હોવાનું જણાઈ આવ્યું છે. ખુદ ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગુજરાત વિધાનસભામાં જાહેર કરેલી વિગત પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી ૮૯૨૪ કિલોથી વધુ ગાંજો પકડાયો છે.

આ પણ જુઓઃ આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

સૌથી વધુ આણંદ જિલ્લામાં તો માત્ર ૧૧ મહિનામાં ૨૦૬૦ કિલો ગાંજો પકડાયો છે. જ્યારે સુરત ગ્રામ્ય જિલ્લામાંથી ૧૬૨૭ કિલો, સુરત શહેરમાંથી ૮૫૬ કિલો તેમ જ પાટણ જિલ્લામાંથી ૧૫૫૦ કિલો ગાંજાનો જથ્થો પકડાયો છે. આ ઉપરાંત કચ્છમાં ૬૫૯.૧૮૩ કિલોગ્રામ, પંચમહાલ જિલ્લામાંથી ૪૪૧.૧૯૧ કિલોગ્રામ, રાજકોટ શહેરમાંથી ૩૮૬.૪૮૩૬ કિલોગ્રામ, નર્મદા જિલ્લામાંથી ૧૫૩.૯૬ કિલોગ્રામ, અમદાવાદ શહેરમાંથી ૯૦.૯૧ કિલોગ્રામ, વડોદરા શહેરમાંથી ૪૧.૫૬૭ કિલોગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે પકડ્યો હતો. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપ્યો છે.

gujarat