ગુજરાતમાં એક વર્ષમાં પકડાયો 6 ટન ગાંજો, માત્ર આણંદમાંથી જ 2 ટન

03 July, 2019 11:32 AM IST  | 

ગુજરાતમાં એક વર્ષમાં પકડાયો 6 ટન ગાંજો, માત્ર આણંદમાંથી જ 2 ટન

ગુજરાતમાં એક વર્ષમાં પકડાયો 6 ટન ગાંજો ઝડપાયો

ગુજરાતમાં 1 વર્ષમાં પકડાયો 6 ટન ગાંજો ઝડપાયો, માત્ર આણંદમાંથી જ 2 ટન


ગુજરાતમાં દારૂબંધી અને ડ્રાય સ્ટેટ હોવા છતા ગુજરાતમાંથી અવારનવાર દારૂ અને ગાંજા ઝડપાતા હોય છે. ત્યારે વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલો આંકડો આશ્ચર્યજનક છે. આમ તો ચરસ અને ગાંજા જેવા પદાર્થો માટે પંજાબ બદનામ છે. પરંતુ ગુજરાતમાં ઝડપાયેલા ગાંજાનો આંકડો ચિંતાનો વિષય છે. ગુજરાત સરકારે આજે ચોમાસા સત્રના પહેલા દિવસે વર્ષ દરમિયાન ઝડપાયેલ કુલ ચરસ અને ગાંજાનો આંકજો જાહેર કર્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર ગત વર્ષે ગુજરાતભરમાંથી 6 ટન ગાંજો ઝડપવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી ઝડપાયેલ કુલ ગાંજામાંથી 2 ટન ગાંજો માત્ર આણંદમાંથી ઝડપાયો હતો.

વિધાનસભામાં થયેલી પ્રશ્નોતરીમાં આપેલા જવાબ અનુસાર સરકારે આંકડા રજૂ કર્યા હતા કે 1-6-2018 થી 31-5-2019 દરમિયાન એક વર્ષ દરમિયાન ગુજરાતમાંથી 6143.326 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો . આ પૈકી ગંભીર બાબત એ રહી હતી કુલ ગાંજામાંથી 2060.190 કિલોગ્રામ ગાંજો સાણંદ અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી મળ્યો હતો.

આ પણ વાંચો: જગન્નાથની નગરયાત્રા પહેલા થયું પોલીસનું ગ્રાન્ડ રિહર્ષલ

ગુજરાત સરકાર દ્વારા અવારનવાર દારૂબંધી અને ગાંજાની ઝડપકડ કરતી રહે છે. સવાલ એ છે કે ગુજરાત સરકારે જો વર્ષમાં 6 ટન ગાંજો પકડ્યો હશે તો પોલીસની નજરથી કેટલો ગાંજો બચ્યો હશે તે મહત્વનું છે. એક તરફ આણંદને વિદ્યાનું ધામ કહેવાય છે ત્યારે યુવાઓમાં આ ઝેરનું ધામ ચિંતાનો વિષય છે.

gujarat gujarati mid-day