અમદાવાદના 573 વિદ્યાર્થીઓ કિડની,કેન્સર અને હ્રદયની ગંભીર બીમારીથી પીડિત

31 December, 2019 06:16 PM IST  |  Mumbai Desk

અમદાવાદના 573 વિદ્યાર્થીઓ કિડની,કેન્સર અને હ્રદયની ગંભીર બીમારીથી પીડિત

અમદાવાદની ખાનગી શાળાઓમાં તથા અમદાવાદ મહાનગરપાલિકામાં ભણતાં 573 વિદ્યાર્થીઓ કિડની, કેન્સર અને હ્રદયની ગંભીર બીમારીથી ગ્રસ્ત છે. રાદ્ય સરકારે તેમની મફત રાસવાર શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દરમિયાન આ માહિતી મળી છે. આ કાર્યક્રમ આવતાં એક મહિના સુધી ચાલું રહેશે.

ગુજરાત સરકાર પ્રતિ વર્ષ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરીક્ષણનું કાર્યક્રમ આયોજિત કરે છે. આ દરમિયાન ગંભીર બીમારીથી પીડાતા વિદ્યાર્થીઓની મફત સારવાર કરાવે છે. આ સ્વાસ્થ્ય પરીક્ષણ દરમિયાન અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી ગંભીર બીમારીથી પીડાતા જોવા મળ્યા છે. અમદાવાદ શહેરના 346 વિદ્યાર્થીઓ હ્રદય, 194 કિડની અને 33 વિદ્યાર્થીઓ કેન્સરની બીમારીથઈ પીડાય છે. આ બધાં જ વિદ્યાર્થીઓની તપાસ શરૂ કરી દીધી છે.

આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વાકા 25 નવેમ્બર 2019થી 21 જાન્યુઆરી 2020 સુધી સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ ચાલું રહેશે. આ કાર્યક્રમમાં 74 શહેરી સ્વાસ્થ્ય કેન્દ્રના બધાં જ કર્મચારીઓ દ્વારા તથા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના કર્મચારીઓ દ્વારા સ્વાસ્થ્ય પરીક્ષણ માટે 170 ટીમ ભેગી કરવામાં આવી છે.

આ ટીમો દ્વારા સ્કૂલ, આંગણવાડીમાં જઈને સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. આ ટીમોએ અમદાવાદની 2,860 આંગણવાડી, 505 સરકારી સ્કૂલ, 2023 ખાનગી શાળાઓ, 6 આશ્રમ શાળા તેમ જ એક કસ્તૂરબા આશ્રમ શાળા, 5 અનાથ આશ્રમ, 15 વિકલાંગ તેમ જ અંધજન શાળા, બે ચિલ્ડ્રન હોમ, 27 મદરસા. ચાર કેન્દ્રીય વિદ્યાલય તથા ત્રણ અન્ય શાળાઓના કુલ 12,50,496 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

આ દરમિયાન 28 ડિસેમ્બર સુધી 5.87 લાખથી પણ વધારે બાળકોના સ્વાસ્થ્ય પરીક્ષણની તપાસ કરવામાં આવી છે. આમાં આંખ, દાંત, ચામડી, કાન, નાક તેમદ ગળાના વિશેષજ્ઞો દ્વારા તપાસ થઈ. આ કાર્યક્રમ હજી પણ એક મહિનો ચાલશે. અત્યાર સુધી થેલિસેમિયાથી ગ્રસ્ત 41 બાળકો પણ મળ્યા છે. તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે.

ahmedabad