વીસનગરમાં પરંપરાગત ખાસડાં-યુદ્ધમાં હવે રીંગણાં-રવૈયાં-ટમેટાંએ લીધું ખાસડાંનું સ્થાન

26 March, 2024 09:43 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

આ ખાસડાં-યુદ્ધ જોવા માટે આસપાસનાં ગામોના નાગરિકો પણ આવે છે.

ગઈ કાલે ખાસડાં-યુદ્ધ વખતે એકબીજાને રીંગણાં, રવૈયાં અને ટમેટાં મારતા વીસનગરવાસીઓ.

ઉત્તર ગુજરાતના વીસનગરમાં ધુળેટીના પર્વ નિમિત્તે બજારમાં ખાસડાં (જૂનાં ચંપલ) યુદ્ધની પરંપરા છે એ આજે પણ યથાવત્ છે. જોકે હવે પરંપરાગત ખાસડાં-યુદ્ધમાં ખાસડાંનું સ્થાન રીંગણાં, રવૈયાં અને ટમેટાંએ લીધું હોવાનું જોવા મળ્યું છે. ગઈ કાલે વીસનગરની બજારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમણે સામસામે એકબીજા પર મોટા પાયે રીંગણાં, રવૈયાં અને ટમેટાં ફેંકીને નિર્દોષ આનંદ માણ્યો હતો. જોકે ઘણા લોકોએ ખાસડાં નાખીને એનું મહત્ત્વ જાળવી રાખ્યું હતું. કહેવાય છે કે જો તમને કોઈએ ફેંકેલું ખાસડું વાગે તો તમે નસીબદાર ગણાવ. લોકો આ દિવસ માટે જૂનાં ખાસડાં એકઠાં કરતા હોય છે. આ ખાસડાં-યુદ્ધ જોવા માટે આસપાસનાં ગામોના નાગરિકો પણ આવે છે.

gujarat news shailesh nayak