Gujarat: જામનગરમાં તાજીયા દરમિયાન વીજ કરંટ લાગતા બેનાં મોત, 10 ઘાયલ 

09 August, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના જામનગરમાં મહોરમના પર્વે એક મોટો અકસ્માત થયો હતો. અહીં તાજિયા જુલુસ દરમિયાન વીજ કરંટ લાગવાથી બે લોકોના મોત થયા હતા.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

ગુજરાતના જામનગરમાં મહોરમના પર્વે એક મોટો અકસ્માત થયો હતો. અહીં તાજિયા જુલુસ દરમિયાન વીજ કરંટ લાગવાથી બે લોકોના મોત થયા હતા અને લગભગ 10 લોકો ઘાયલ થયા હતા. 

આ ઘટના મામલે પોલીસે જણાવ્યું કે, આ ઘટના સોમવારે રાત્રે 11.15 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે શોભાયાત્રા જામનગર શહેરના ધારાનગર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ઘટના ઘટી હતી. 

અધિકારીઓએ જણાવ્યું કે, જુલૂસમાં સામેલ એક તાજિયા ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યો હતો. જેના કારણે તાજિયામાં કરંટ આવ્યો, 12 લોકોને તેની અસર થઈ. પોલીસે જણાવ્યું કે તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ બેને મૃત જાહેર કર્યા. મૃતકોની ઓળખ આસિફ યુનુસભાઈ મલેક (23) અને મોહમ્મદ વાહીદ (25) તરીકે થઈ છે.

gujarat news gujarat jamnagar