ગુજરાતમાં બન્યા નવા ૧૭ તાલુકા, કુલ ૨૬૫

25 September, 2025 09:14 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ નવા તાલુકા ૧૦ જિલ્લામાંથી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ તાલુકાની સંખ્યા હવે ૨૬૫ થઈ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકે ગઈ કાલે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ નવા તાલુકા ૧૦ જિલ્લામાંથી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ તાલુકાની સંખ્યા હવે ૨૬૫ થઈ

આ ઉપરાંત વાવ–થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના ૬ તાલુકા વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લાના મુખ્ય મથક સાથે વાવ–થરાદ જિલ્લાની રચનાને કૅબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

નવા તાલુકા કયા?
નવા ૧૭ તાલુકાઓ બન્યા છે એમાં ગોધરા, કોઠંબા, ચીકદા, નાનાપોંઢા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, કદવાલ, ફાગવેલ, શામળાજી, સાઠંબા, ઉકાઈ, અરેઠ અને અંબિકા તાલુકાની રચના કરવામાં આવી છે.

gujarat news gujarat bhupendra patel gujarat government banaskantha sabarkantha bharatiya janata party