GSEB Science Result:ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, આ જિલ્લો રહ્યો મોખરે

02 May, 2023 10:08 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં (GSEB 12th Science Result ) 72 હજાર 166 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી(Morbi) જિલ્લો મોખરે રહ્યો છે, આ વિસ્તારમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. હળવદ કેન્દ્રનું 98 ટકાથી વધુ પરિણામ આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે બીજી મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ (GSEB 12th Science Result 2023) આજે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. આ પરણિામ તમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશો. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં A,B અને AB ગ્રૂપના 1.10 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત રીપિટર 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષાખંડમાં હતા. 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં (GSEB 12th Science Result ) 72 હજાર 166 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી(Morbi) જિલ્લો મોખરે રહ્યો છે, આ વિસ્તારમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. હળવદ કેન્દ્રનું 98 ટકાથી વધુ પરિણામ આવ્યું છે. લીમખેડા કેન્દ્ર છેલ્લા ક્રમે રહ્યું હતું. જો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો તેનું કુલ પરિણામ 67.18 ટકા છે અને ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા આવ્યું છે. 

જ્યારે ગુજકેટમાં આ વર્ષે 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ પરિણામ 66 ટકા આવ્યું છે.  રાજ્યના તમામ જિલ્લાઓમાંથી દાહોદ જિલ્લાનું સૌથી ઓછું છે તો મોરબી જિલ્લામાં સૌથી વધું અને સારુ પરિણામ જાહેર થયું છે. 

આ પણ વાંચો: Chandra Grahan: બુદ્ધ પૂર્ણિમા પર પહેલું ચંદ્ર ગ્રહણ, આ રાશિઓને થશે લાભ

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વેબસાઈટ અને વોટ્સએપ પરથી પણ જાણી શકશે. વોટ્સએપ માટે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકાશે.

આ રીતે જાણો પરિણામ

સ્ટેપ- 1: સૌપ્રથન સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.

સ્ટેપ-2 : ત્યાર બાદ વિદ્યાર્થી હોમ પેજ પર GSEB પરિણામ લિંક દેખાશે તેના પર ક્લિક કરો.

સ્ટેપ-3:  ઉપરની પ્રક્રિયા બાદ એક પેઝ ખુલશે તેમાં તમારો રોલ નંબર અને અન્ય વિગતો દાખલ કરો.

સ્ટેપ-4: હવે તમારું 12માનું પરિણામ સ્ક્રીન પર જોઈ શકશો.

સ્ટેપ-5: વિદ્યાર્થીઓ આ પેજ ડાઉનલોડ કરી શકે છે

gujarat news gujarat ahmedabad morbi Education