સુરત: 10 હજાર વિદ્યાર્થીઓએ લીધા માતા-પિતાની આજ્ઞા વગર લગ્ન ન કરવાના શપથ

14 February, 2019 05:33 PM IST  |  સુરત

સુરત: 10 હજાર વિદ્યાર્થીઓએ લીધા માતા-પિતાની આજ્ઞા વગર લગ્ન ન કરવાના શપથ

સુરતની સ્કૂલોનો અનોખો વેલેન્ટાઇન્સ ડે

વિશ્વ આજે ઊજવી રહ્યું છે વેલેન્ટાઇન્સ ડે! પ્રેમનો દિવસ કે જ્યારે પ્રેમી-પ્રેમિકા એકબીજાને પ્રપોઝ કરતા હોય છે ત્યારે ભારતીય સંસ્કૃતિને જાળવવાના હેતુસર સુરતની એનજીઓ દ્વારા અનોખો કાર્યક્રમ હાથ ધરાયો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં આજે શહેરની 15 જેટલી અલગ-અલગ શાળીઓના 10 હજાર વિદ્યાર્થીઓએ આજે એવી પ્રતિજ્ઞા લીધી કે તેઓ માતા-પિતાની પરવાનગી વગર લગ્ન નહીં કરે. આ ઉપરાંત તેઓ આ દુનિયાના તમામ લોકો, સંબંધીઓ અને મિત્રોને પ્રેમ કરશે. વિદ્યાર્થીઓમાં પણ આ કાર્યક્રમને લઇને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધોરણ-8થી 12ના તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. તે ઉપરાંત કેટલીક એનજીઓના લોકો અને વાલીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: વેલેન્ટાઇન્સ પર આ ચાવાળો સિંગલ લોકોને પીવડાવશે ફ્રી ચા

વિદ્યાર્થીઓને ગુજરાતી અને હિંદીમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સ્કૂલના હતા. આ સ્કૂલના 600 વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. આયોજકોની સાથે સ્કૂલના સંચાલકો અને વાલીઓએ પણ કાર્યક્રમને બિરદાવ્યો હતો.

surat gujarat