ઓઢવ લઠ્ઠાકાંડ મામલે વિનોદ ડગરી સહિત 6ને સજા

06 July, 2019 04:57 PM IST  | 

ઓઢવ લઠ્ઠાકાંડ મામલે વિનોદ ડગરી સહિત 6ને સજા

ઓઢવ લઠ્ઠાકાંડ મામલે કોર્ટે ફટકારી સજા

ઓઢવમાં જૂન 2009મા મૃત્યુ પામેલા 123 લોકોના મોત મામલે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિત 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. વર્ષ 2009માં 9 થી 11 જૂનની વચ્ચે નકલી દારૂના કારણે 123 લોકોએ જીવ ગુમાવ્યો હતો જેના કારણે રાજ્યભરમાં હોબાળો મચી ગયો હતો. લઠ્ઠાકાંડ બાદ 39 લોકોને આરોપી જાહેર કરાયા હતા જેમાંથી 33 લોકોને નિર્દોષ જ્યારે 6 લોકોને દોષિત જાહેર કરાયા છે.

10 વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટ દ્વારા આજે નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે લઠ્ઠાકાંડ માટે 6 લોકોને દોષિત જાહેર કર્યા જેમાં વિનોદ ડગરી, જયેશ ઠક્કર, અરવિંદ તળપદાને 10-10 વર્ષની જેલ અને 50-50 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે નંદાબેન જાની, મીનાબેન રાજપૂત, જસીબેન ચુનારાને સાડા ત્રણ વર્ષની જેલ અને 2,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. લઠ્ઠાકાંડની સુનાવણી દરમિયાન 650 જેટલા લોકોની સુનાવણી કરવામાં આવી હતી. નિર્દોષ જાહેર કરાયેલો લોકોને શંકાનો લાભ મળ્યો હતો.

આ પણ વાંચો: અમિત જેઠવા હત્યાકાંડઃ દીનુ બોઘા સોલંકી સહિત સાત દોષિત

ઉલ્લેખનીય છે કે, ઓઢવ લઠ્ઠાકાંડમાં 123ના મોત થયા હતા. જૂન, 2009 દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો હતો. આ ઘટનામાં ઓઢવના કુલ 123 લોકોનાં મોત થયા હતા, આ સિવાય 200 કરતા પણ વધારે લોકોને તકલીફો થઈ હતી. આ પહેલા 28મી માર્ચ, 2019ના રોજ શહેરમાં કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે 10 આરોપીઓને દોષિત જાહેર કર્યાં હતાં.

gujarat gujarati mid-day