અમદાવાદ સહિત ગુજરાતભરમાં મેઘો વરસ્યો, ક્યાંક મજા તો ક્યાંક મુસીબત

26 June, 2019 03:51 PM IST  | 

અમદાવાદ સહિત ગુજરાતભરમાં મેઘો વરસ્યો, ક્યાંક મજા તો ક્યાંક મુસીબત

મુસીબતનો વરસાદ

ગુજરાતમાં ચોમાસાએ વિધિવત આગમન કર્યું છે. આગમનની સાથે જ અમદાવાદ સહિત તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા છે. અમદાવાદના પૂર્વ સાથે સાથે પશ્ચિમ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે વાતાવરણમાં ઠંડક થતા ગરમીના કારણે ઉકળાટ અનુભવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. અમદાવાદ સાથે રાજ્યભરમાં વરસાદે આગમન કર્યું છે અને મન મૂકીને વરસી રહ્યો છે.

અમદાવાદમાં વરસ્યો ધોધમાર

અમવાવાદના પશ્ચિમ વિસ્તારો સેટેલાઈટ, મકરબા, બોપલ, વેજલપુર , એસજી હાઈ-વે, શ્યામલ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય પૂર્વમાં પણ જશોદાનગર, વટવા, રખિયાલ,નારોલ ,સીટીએમ, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં ધોરધાર વરસાદ વરસ્યો હતો.

મુસીબતનો વરસાદ

સિવાય પણ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. તો વરસાદના કારણે શહેરમાં અન્ય જગ્યાઓએ પણ ક્યાંક ક્યાંક ભૂવા પડ્યા હોવાની માહિતી સૂત્રો આપી રહ્યા છે. વરસાદના કારણે આહલાદક વાતાવરણ સર્જાયું છે. લોકો વરસાદની મજા માણવા માટે ઘરોમાંથી નીકળી પડ્યા છે. ગરમ નાસ્તાની લારીઓ ઉપર પણ લોકોની ભીડ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ભૂવાની શરૂઆત

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે મેટ્રો ટ્રેનના પુલ નીચે ભુવો પડ્યો હતો. ચાર રસ્તા પાસે જ ભુવો પડતા વાહનવ્યવહાર પર અસર પડી હતી. હાલ AMC દ્વારા બેરિકેડ લગાવીને ભૂવાને કોર્ડન કરવામાં આવ્યા છે. ભૂવો પડવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે.

Gujarat Rains ahmedabad gujarati mid-day