ગુજરાતના મોટા શહેરોને મળશે સાયબર પોલીસ સ્ટેશન

02 May, 2019 05:55 PM IST  |  અમદાવાદ

ગુજરાતના મોટા શહેરોને મળશે સાયબર પોલીસ સ્ટેશન

ગુજરાતના મોટા શહેરોને મળશે સાયબર પોલીસ સ્ટેશન

સાયબર ફ્રોડ અને ઑનલાઈન ચીટિંગ સામે લડવા માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ રહી છે. DGP ક્રાઈમ કોન્ફરન્સના બીજા દિવસે આ મામલે ચર્ચા કરવામાં આવી. સાયબર ક્રાઈમ સામે લડવા માટે DGP શિવાનંદ ઝાએ સાયબર સેલની રચના કરવા માટે ખાસ 105 પોલીસ અધિકારીઓની નિમણુંક કરી છે. જેઓ રાજ્યની તમામ નવ રેન્જ અને તમામ શહેરોમાં કામ કરશે.

અમદાવાદમાં તાજેતરમાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું. હવે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ બની રહ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે તમામ રેન્જ હેડક્વાર્ટ્સમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર હશે, એક ટેક્નિકલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને છ સ્ટાફ મેંબર્સ હશે. આ છ લોકો સાયબર ઈન્વેસ્ટિગેશનમાં માહેર હશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 200 જજની કરવામાં આવી બદલી

પોલીસના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર વડોદરા, રાજકોટ અને સુરતના સાયબર સેલ્સ અને સ્ટેશન તેમની રેન્જમાંથી આવતા સાયબર ક્રાઈમના કિસ્સાઓને ઉકેલવા માટે ટૂલ્સ આપવામાં આવશે.

ahmedabad gujarat