ગુજરાતમાં 200 જજની કરવામાં આવી બદલી

Published: May 02, 2019, 17:34 IST | અમદાવાદ

ગુજરાતમાં 200 જજની બદલી કરવામાં આવી છે. બદલીનો આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટે લીધો છે.

ગુજરાતમાં 200થી વધુ જજની બદલી
ગુજરાતમાં 200થી વધુ જજની બદલી

ગુજરાત હાઈકોર્ટે 200 કરતા વધુ ન્યાયાધીશોની બદલી કરી છે. બુધવારો 3 અલગ-અલગ પરિપત્ર જાહેર કર્યા, જેમાં બદલીને લઈને નિર્દેશો આપવામાં આવ્યો છે.

હાઈકોર્ટે તમામ કેડરના જજની બદલી કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ, સીનિયર સિવિલ જજ અને એવા સિવિલ જજ કે જેઓ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હતા, તેમની પણ બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ હવે અમદાવાદ મનપા પણ નથી સલામત, AMCના પાર્કિંગમાંથી ચોરાઈ કાર

જે જજની ટ્રાન્સફર કરવામાં આવી છે તે અમદાવાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ સી જોષીની બદલી વડોદરા જિલ્લામાં કરવામાં આવી છે. તેમની જગ્યાએ કે બી ગુજરાતી આવ્યા છે, જેઓ પહેલા અમદાવાદમાં સ્પેશિયલ CBI જજ પણ હતા. હાઈકોર્ટે એ. વાય. દવેની ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK