ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં સરકારે કર્યો વધારો

19 February, 2019 06:55 PM IST  |  ગાંધીનગર

ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં સરકારે કર્યો વધારો

ફાઇલ ફોટો

આખરે સરકારે ફિક્સ પગારના નોકરિયાત વર્ગ માટે એક ખુશીનો નિર્ણય લીધો છે. તે નિર્ણય પ્રમાણે ફ્કિસ પગારમાં નોકરી કરતા લોકોનો પગાર હવે વધારવાવામં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સરકારે ક્લાસ 3 અને 4ના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

સીધી ભરતીથી નોકરી મેળવનારા કર્મચારીઓ જેમને અત્યારે ફિક્સ પગાર મળી રહ્યો છે, તેમના પગારમાં સરકારે વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ લાભ સીધી ભરતીથી લાગેલા કર્મચારીઓને મળશે, એટલે કે બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો તથા વહીવટી સહાયરકો તેમજ સાથી સહાયકોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાશે 'શિવ મહાકુંભ', જાણીતા કલાકરો જમાવશે રંગત

કયા કર્મચારીના પગારમાં થશે કેટલો વધારો

સરકારે કરેલી જાહેરાત અનુસાર, જેમને હાલ રૂ. 10500 મળી રહ્યા છે તે કર્મચારીઓનો રૂ. 16224 પગાર કરાશે. રૂ. 11500 પગાર લેતા કર્મચારીઓનો રૂ. 19950 પગાર કરાશે અને રૂ. 16500 ફિક્સ પગાર વાળા કર્મચારીને હવે રૂ. 25000 પગાર મળશે, જ્યારે હાલ રૂ. 17000નો ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને હવે રૂ. 26000 પગાર મળવા પાત્ર રહેશે.

gujarat Nitin Patel