ભારતનું એક મંદિર જ્યારે 2 ધર્મના લોકો કરે છે પૂજા

03 September, 2019 04:02 PM IST  | 

ભારતનું એક મંદિર જ્યારે 2 ધર્મના લોકો કરે છે પૂજા

ભારત વિવિધતાઓનો દેશ છે અને અલગ અલગ ધર્મ જાતિઓની રીત-ભાત પણ અલગ હોય છે. લોકોના રહેવાથી લઈને તેની પૂજા કરવાની રીતમાં વિવિધતા જોવા મળે છે પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં એક જ શિવ મંદિરની પૂજા 2 ધર્મના લોકો પૂજા કરે છે.

હિમાચલ પ્રદેશમાં આવેલ લાહૌલ અને સ્પિતી જિલ્લામાં ઉદયપુર નામનું ગામ આવેલું છે આ ગામ ચંદ્રભાગા નદીના કિનારે આવેલુ છે. ઉદયપુર ગામ વર્ષના 6 મહિના બરફથી ઢંકાયેલુ રહે છે. અહી શિયાળા દરમિયાન તાપમાન માઈનસ 25-30 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે. આ ગામમાં ઉનાળા દરમિયાન જ લોકો આરામથી ફરી શકે છે. અહી અનોખુ મંદિર છે જ્યા હિન્દુઓ સાથે બૌદ્ધ ધર્મના લોકો પણ પૂજા કરે છે. આ મંદિરને ત્રિલોકનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ આ એકલુ એવું મંદિર છે જ્યા બે અલગ અલગ ધર્મના લોકો પૂજા કરે છે.

આ પણ વાંચો:નવરાત્રી દરમિયાન આ રીતે કરો મેકઅપ જે તમને બનાવશે સુંદર

આ પૂજા પાછળની માન્યતાઓ પણ અલગ છે. હિન્દુઓ અનુસાર ત્રિલોકનાથ દેવતાને ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે જ્યારે બૌદ્ધ ધર્મ અનુસાર આર્ય અવલોકીત્શ્વર માને છે અને તેમની પૂજા કરે છે. હિન્દુ અનુયાયીઓનું માનવું છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ કરી હતી જયારે બૌદ્ધના અનુયાયીનું માનવુ છે કે પદ્મસંભવ 8મી શતાબ્દીમાં આ જગ્યાએ આવ્યા હતા અને આ જગ્યા પર પહેલીવાર પૂજા કરી હતી તેથી બૌદ્ધ ધર્મના લોકો અહી પૂજા કરે છે જો કે આજ સુધી આ રહસ્ય પરથી પડદો હટ્યો નથી.

travel news gujarati mid-day