નવરાત્રી દરમિયાન આ રીતે કરો મેકઅપ જે તમને બનાવશે સુંદર

Published: Sep 03, 2019, 15:51 IST

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રીના શોખિનો તૈયારીઓમાં લાગી જાય છે. કેટલાક શોખિનો તો 4 મહિના પહેલાથી નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દે છે.

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રીના શોખિનો તૈયારીઓમાં લાગી જાય છે. કેટલાક શોખિનો તો 4 મહિના પહેલાથી નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દે છે. નવરાત્રી દરમિયાન યુવક-યુવતીઓ તૈયાર થઇને ગરબે ઘૂમતાં જોવા મળે છે. આ દરમિયાન યુવતીઓ પોતાના મોઢા પર અલગ અલગ રીતે મેકઅપ કરતી હોય છે પરંતુ હવે નવરાત્રીમાં મેકઅપ માટેની અમુક ટેકનિક તમને વધારે સુંદર દેખાવામાં મદદ કરશે. ચાલો જોઈએ કે આ નવરાત્રીએ તમે કેવી રીતે કરશો મેકઅપ

જ્યારે નવરાત્રીના મેક-અપની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં ચહેરા પર બેઝ ફાઉન્ડેશન લગાવો જેથી તમારા ચહેરાને એક નવી ચમક મળશે જે આ ઉત્સવ માટે વધારે જરૂરી છે. ફાઉન્ડેશનમાં લિક્વિડ ક્રીમ મિક્સ કરીને તથા તમારા ગાલ પરના હાડકાંને ઉપસાવીને તમારી ત્વચામાં ગ્લો લાવી શકાય છે તથા તેને ચમકાવી શકાય છે. જ્યારે ભેજવાળા વાતાવરણમાં તમારી સ્ક્રીન સૂકી થાય ત્યારે આ ટેક્નિકનો ઉપયોગ કરવો

નવરાત્રી દરમિયાન તમારા વસ્ત્રોની સાથે મેચિંગ કરવાની જરૂરિયાત નથી પરંતુ એવા રંગોની પસંદગી કરો જે તમારા વસ્ત્રોની સાથે મિક્સ થઇ જાય. લાઇટ રંગની લિપસ્ટીકની સાથે તેની સાથે તે રંગની નેલ પોલિશ વધારે સારી લાગશે. હોઠ અને નખ પર ગુલાબી અથવા લાલ રંગ સારો લાગે છે. ઘાટ્ટા રંગની લિપસ્ટિક તમારી સુંદરતામાં વધારો કરશે તથા તમારી આંખોના રંગને વધુ પ્રભાવશાળી બનાવી શકો છો. મેકઅપના ટચઅપ માટે તમારી લિપસ્ટિક અથવા ગ્લૉસને હંમેશા પોતાની પાસે રાખો.

આ પણ વાંચો: ઇતિહાસનાં રહસ્યો સાથે જોડાયેલો દેશ લેબૅનન

આકર્ષક દેખાવવા માટે આંખોનો મેકઅપ યોગ્ય હોવો જરૂરી હોય છે. તમારા પાંપણોનું આકર્ષણ વધારવા માટે કાળા રંગ ઉપરાંત અન્ય કોઇ રંગના મસ્કારા લગાવો. તમે બ્લ્યૂ, ગ્રીન અથવા પર્પલ કલરના મસ્કારા લગાવીને પોતાના ચહેરાને આકર્ષક બનાવી શકો છો. બ્લ્યૂ રંગ માટે ઇગ્લેટ કલર પ્લેના મસ્કારાનો ઉપયોગ કરો. જો તમે નાચવામાં, ઘરના કામમાં અથવા ધાર્મિક કામોમાં વ્યસ્ત છો તો તમે વાળને ઉપરની તરફ એ પ્રકારે બાંધીને રાખો કે તે તમારા ચહેરા પર ન પડે. એ વાતનું ધ્યાન રાખો કે જો તમારું માથું પહોળું છે તો તમે તમારા ચહેરા પર કેટલાક વાળ રહેવા દો જેથી તમારા ચહેરાને એક સૉફ્ટ લુક મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK