એજન્ટોને ભૂલી જાઓ, જાતે ટ્રાવેલ પ્લાન કરો, ઘણો ફાયદો થશે

18 April, 2019 07:01 PM IST  | 

એજન્ટોને ભૂલી જાઓ, જાતે ટ્રાવેલ પ્લાન કરો, ઘણો ફાયદો થશે

ટ્રાવેલ પોઇન્ટ (ફાઇલ ફોટો)

ઘણી વાર રજાઓમાં અનેક સ્થળોએ જવાના વિચાર તો આવતાં હોય છે પણ ક્યાંક ગજું તો ક્યાંક ખિસ્સુ બધું જોવાનું હોય ત્યારે આપણે કોઇકની સલાહ લેવી યોગ્ય માનતાં હોઇએ છીએ, અને પછી આપણે એજન્ટ દ્વારા એવી ટ્રીપ્સનું પ્લાનિંગ કરીએ છીએ જે આપણા ગજવા કરતાં બહાર હોય. પણ તે છતાંય આપણે પ્રવાસનો આનંદ માણીને ખુશ થઇ જતાં હોઇએ છીએ ત્યારે હવે પોતાની જાતે ટૂર પ્લાન કરવાનો ક્રેઝ ઘણો વધ્યો છે.

માહિતીનો સ્ત્રોત ઇન્ટરનેટ તેમજ અનેક ટ્રાવેલર્સના રિવ્યુ

છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટનો ક્રેઝ વધતો જોવા મળ્યો છે તેવામાં લોકો આનો સદુપયોગ પણ કરતાં શીખ્યા છે ઘરે બેઠાં બેઠાં આખા વિશ્વની માહિતી મેળવી શકાય છે ત્યારે પોતાને ફરવા માટે કઇ જગ્યા સારી અને સુટેબલ રહેશે તે શોધવું પણ સરળ બન્યું છે, અને તેથી જ હવે ગુજરાતીઓ પણ આ હોલિડે ડેસ્ટિનેશન વિશે વધુ માહિતી લગભગ ઇન્ટરનેટ પરથી જ મેળવી લેતાં જોવા મળ્યા છે. એટલું જ નહીં હવે તેમને એજન્ટની મદદ લેવા કરતાં પણ ઇન્ટરનેટની મદદ વધુ યોગ્ય લાગે છે, અને તેને કારણે તેઓ કસ્ટમાઇઝ્ડ હોલિડેનું પ્લાનિંગ કરીને ફરવા નીકળી જાય છે જેને કારણે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગનું પ્રમાણ છેલ્લા પાંચ વર્ષમાં લગભગ બમણું થઇ ગયું છે.

ગજા પ્રમાણે મજા લઇ શકાય

પોતે પ્લાન બનાવ્યો હોય એટલે પોતાના બજેટ પ્રમાણે પ્લાન કરે અને લાગે કે હવે વધુ રોકાવું શક્ય નથી ત્યારે પોતાની ઇચ્છા મુજબ પ્લાનમાં પરિવર્તન પણ કરી શકે. જો કે આને બદલે ટ્રાવેલ્સવાળા પાસેથી કે કોઇ એજન્ટ પાસે જઇને બુકિંગ કરાવ્યું હોય તો ગજવામાં હાથ નાંખવો પણ ખિસ્સા ખખડાવવા પડે પણ મનમરજી મુજબ પ્લાન કર્યું હોય ત્યારે આ બધી મુશ્કેલીઓનો ખાસ સામનો કરવો પડતો નથી.

આ પણ વાંચો : ગુજરાત ટ્રાવેલ્સ : વેકેશનમાં ફરવા ક્યાં જવું વિચારો છો? તો જઇ આવો સેલવાસ

આવી પરિસ્થિતિમાં પણ થાય લાભ

ઘણા લોકોને પોતાની સાથે પોતાના પ્રાણીઓને પણ લઇ જવા હોય છે જ્યારે તમે પોતાની જાતે પ્લાનિંગ કરતાં હોવ ત્યારે તમે પહેલેથી હોટેલ બુકિંગ વખતે જ પૂછપરછ કરી શકો છો કે તમે તમારા પ્રાણીઓ સાથે રહી શકશો કે નહીં. જ્યારે એજન્ટ દ્વારા બુકિંગ કરાવતી વખતે આ બધી બાબતોનો ખાસ ખ્યાલ ન રહેતો હોવાથી પછીથી તકલીફ થતી હોય છે.

mumbai travel travel news