સરોગસીથી બાળક આવ્યા પછી વાઇફની સેક્સમાં રુચિ નથી

22 December, 2021 06:33 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હવે તો બાળક ત્રણ વર્ષનું થઈ ગયું છે છતાં તે બાળકમાં જ બિઝી હોય છે. મૅરેજને લાંબો સમય થયો અને સંતાન હતું નહીં એટલે એ વર્ષોમાં ક્યારેય હસ્તમૈથુન કરવાની જરૂર નહોતી પડી, પણ હવે હસ્તમૈથુનનો સંતોષ માનું છું.

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને પચીસ વર્ષ થઈ ગયાં છે, પણ અમારે ત્યાં બાળક હજી હમણાં જ ત્રણ વર્ષ પહેલાં આવ્યું. સરોગસીથી માબાપ બન્યાં છીએ, પણ પેરન્ટ્સ બન્યા પછી સેક્સલાઇફ સાવ ખોરવાઈ ગઈ છે. સરોગસી સમયે વાઇફ બિલકુલ બિઝી હતી અને હવે તે ચોવીસે કલાક બાળકમાં જ હોય છે. હવે તો બાળક ત્રણ વર્ષનું થઈ ગયું છે છતાં તે બાળકમાં જ બિઝી હોય છે. મૅરેજને લાંબો સમય થયો અને સંતાન હતું નહીં એટલે એ વર્ષોમાં ક્યારેય હસ્તમૈથુન કરવાની જરૂર નહોતી પડી, પણ હવે હસ્તમૈથુનનો સંતોષ માનું છું. પણ હસ્તમૈથુન વખતે લાલાશ અને ઘર્ષણ થાય છે.
મુલુંડના રહેવાસી

ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં હૉર્મોનલ અસંતુલન ઊભું થાય એ સમજી શકાય, પણ અહીં તમે સરોગસીથી બાળક લીધું છે એટલે હૉર્મોનલ અસંતુલન કરતાં ઇમોશનલ અંસતુલન વધારે દેખાય છે. બાળક માટેની તીવ્ર ઇચ્છા મહામુશ્કેલીએ પૂરી થઈ હોવાથી હવે તમારાં પત્ની સંપૂર્ણપણે બાળકમય થઈ ગયાં હોય એવી શક્યતા દેખાય છે. બીજું, બાળકને ચોવીસે કલાક રાખવાથી મનમાં જન્મતું માતૃત્વ અમુક તબક્કે સ્ત્રીમાં કામેચ્છા ઘટાડવાનું કામ કરે. તમારાં વાઇફના કેસમાં આ શક્યતા પણ નકારી શકાય નહીં, પણ આ બન્ને માત્ર સંભાવના છે એટલે એને નિરાકરણ માનવાને બદલે બહેતર છે કે તમે એ કારણ જાણવાની કોશિશ કરો કે એવું તે શું થયું કે તમારાં વાઇફને સેક્સમાંથી રુચિ ઓછી થઈ ગઈ. 
સરોગસીથી બાળક લેવામાં આવ્યું હોય ત્યારે ભલે સ્ત્રી બોલે-કહે નહીં, પણ તેના મન પર એની નકારાત્મક અસર પણ સ્ટ્રૉન્ગ ઊભી થઈ શકે છે. મનમાં એવો ભાવ રહ્યા કરતો હોય કે હું તો પ્રજોત્પત્તિ માટે પણ ઉપયોગી નથી પુરવાર થઈ કે પછી એવો કોઈ બીજો ભાવ, જે પોતાને બીજા બધાથી અળગી કરવાનું કામ કરાવી નાખે. જો એવું હોય તો તમારાં વાઇફને મનોચિકિત્સકની જરૂર છે. તમે કોઈ સારા મનોચિકિત્સકને મળો અને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવો. મને અંગતપણે છેલ્લે કહ્યું એ કારણ વધારે જવાબદાર લાગે છે. કહેવાનું ટાળતી સ્ત્રી આ પ્રકારનું વર્તન કરી બેસતી હોય છે.

sex and relationships life and style columnists