અંતરાત્મા કનડે એવી પ્રવૃત્તિ કરો ત્યારે યોગ્ય રીતે પર્ફોર્મ ન જ કરી શકો

15 April, 2024 12:45 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

જ્યારે પણ વ્યક્તિ પોતાનો અંતરાત્મા કનડે એવી પ્રવૃત્તિમાં સંકળાય છે ત્યારે તે યોગ્ય પર્ફોર્મ નથી કરી શકતી.

પ્રતીકાત્મક તસવીર

આમ તો હવેની જનરેશન બધી વાતે બહુ ઍડ્વાન્સ્ડ થઈ ગઈ છે, પણ અંતરંગ સંબંધોની બાબતમાં પહેલો અનુભવ હંમેશાં ઍન્ગ્ઝાયટીભર્યો રહેતો હોય છે. તમને નવાઈ લાગશે, પણ પહેલી વારના ગર્લફ્રેન્ડ સાથેના એન્કાઉન્ટર પછી અનેક યુવાનોને નર્વસ થતા જોયા છે. ૨૪ વર્ષનો એક છોકરો મારી પાસે આવેલો. તેને પોતાના અનુભવી ફ્રેન્ડ્સની વાતો પરથી સતત મનમાં ડર રહેતો કે પહેલી વારના સંબંધમાં મારું શું થશે? ગર્લફ્રેન્ડ સાથે પ્રયોગ કરવા જતાં ભોંઠા પડવા જેવું થાય એટલે રિયલ અનુભવ માટે બે મહિના પહેલાં તે એક વાર કૉલગર્લ પાસે ગયેલો. 

ફર્સ્ટ અનુભવમાં ઉત્તેજના હોવી જોઈએ એવી નહોતી. એમ છતાં સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો અને થોડી જ વારમાં સ્ખલન થઈ ગયું. હવે તેની ઍન્ગ્ઝાયટી બમણી થઈ ગઈ છે. હવે તો ગર્લફ્રેન્ડ સાથે આગળ વધવાના વિચારથીયે ચિંતા થાય છે. આ યુવાન કંઈ એકલો નથી.  મારે આવા યુવાનોને કહેવું છે કે જાતીય ક્ષમતાનું પારખું કરવા માટે કૉલગર્લ પાસે જવાનું રિસ્ક લેવું નહીં. જે વ્યક્તિ મૅસ્ટરબેશન કરી શકે તે આરામથી સંબંધ પણ બાંધી જ શકે. તમે હાથે કરીને લાઇફ બરબાદ ન કરો એવા હેતુથી કહું છું કે આવી ભૂલ કોઈએ કરવી નહીં. જરાક સમજો પોતે કંઈક ખોટું કરી રહ્યા છો એની ચિંતાને કારણે જોઈએ એટલી ઉત્તેજના આવે ખરી? ચિંતા અને ઉત્તેજના બે ફીલિંગ સાથે કેવી રીતે અનુભવાય? 

જ્યારે પણ વ્યક્તિ પોતાનો અંતરાત્મા કનડે એવી પ્રવૃત્તિમાં સંકળાય છે ત્યારે તે યોગ્ય પર્ફોર્મ નથી કરી શકતી. ડરવું અને ઉત્તેજિત થઈને આનંદ અનુભવવો એ બે કામ કદી સાથે ન થાય. 
કૉલગર્લ સાથેના પ્રસંગમાં જેકંઈ પણ થયું એને ભૂલી જવામાં જ સાર છે. તમે મૅસ્ટરબેશન કરો ત્યારે બધું જ વીર્ય સ્ખલન થાય છે અને ચરમસીમા અનુભવાય છે, પણ સમાગમ દરમ્યાન એમ ન થયું એટલે તમારી ચિંતા બમણી થઈ ગઈ, પણ હકીકત જુદી છે. તમે લાઇફમાં પહેલી વાર સેક્સનો આનંદ લેતા હતા એ પહેલી વાત, તમે કૉલગર્લ પાસે ગયા એટલે અજાણી વ્યક્તિ સાથે પર્સનલ મોમેન્ટ માણવાનું કામ કરતા હતા જે ઍન્ગ્ઝાયટી વધારે એવું બીજું કારણ અને ઑલરેડી તમે પોતે તો સાઇકોલૉજિકલ બૅગેજ લઈને ફરતા હતા.

sex and relationships life and style columnists