ઓરલ સેક્સ પ્લેઝર આપે છે, પણ હસબન્ડ એને માટે તૈયાર નથી

21 February, 2023 05:05 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મલ્ટિપલ પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરવાથી ચેપી રોગો ફેલાવાની શક્યતાઓ રહે છે

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

મારી ઉંમર ૩૧ વર્ષ છે, મૅરેજને સાતેક વર્ષ થયાં છે. ૭ વર્ષ નાનો પિરિયડ નથી જ અને એમ છતાં પણ હું મારા હસબન્ડને ઓરલ સેક્સ માટે રાજી નથી કરી શકી. તેની આર્ગ્યુમેન્ટ છે કે એવું બધું ન કરાય, એનાથી બીમારી ફેલાય, પણ હું જ્યારે તેને ઓરલ સેક્સ આપું ત્યારે વિરોધ કરવાને બદલે આનંદથી મજા લે છે અને કહે કે તેને ખરેખર ખૂબ મજા આવી. એમ છતાં તે સામેથી ઓરલ સેક્સ માટે ક્યારેય તૈયાર ન થાય અને મને આપવામાં પણ રાજી ન હોય. હું તેને કંઈક ડિફરન્ટ કરવા માટે સમજાવતી રહું છું, પણ તેને શંકા છે કે ઓરલ સેક્સથી બીમારી આવે. આ છોછ દૂર કરવા મારે શું કરવું જોઈએ?  કાંદિવલી

મહર્ષિ વાત્સ્યાયને ઓરલ સેક્સને પણ સેક્સનો જ પ્રકાર ગણાવ્યો છે. ઓરલ સેક્સ નવી જનરેશનની શોધ છે જ નહીં, ઓરલ સેક્સનાં શિલ્પો તમને ખજૂરાહોમાં કે પછી અન્ય પૌરાણિક સ્થાપત્યોમાં જોવાં મળે જ છે. જોકે એક વાત એ પણ કહેવાની કે આપણે ત્યાં ઓરલ સેક્સ ગેરકાનૂની છે. જો તમે જબરદસ્તી કે પછી પરાણે ઓરલ સેક્સ કરો કે કરાવો તો એ કાનૂની ગુનો બને છે, પણ પાર્ટનરની સંમતિ હોય તો ક્રિયામાં કશું ખોટું નથી. ભલે પહેલી નજરે તમારા હસબન્ડ ઓરલ સેક્સની ના પાડે, પણ જ્યારે એ કરવામાં આવે ત્યારે તેને એમાં ખૂબ જ આનંદ આવે છે. એમ છતાં તે ના પાડે છે, એનો મતલબ એ જ કે તેના મનમાં ઓરલ સેક્સની ખોટી માન્યતા સ્ટોર થઈ ગઈ છે. 

ઓરલ સેક્સ માટે ફીમેલ પાર્ટનર તૈયાર થાય અને આ પ્રકારનો પ્રશ્ન પૂછે એ ખરેખર બદલાતા સમયના પ્રતીક સમાન છે. તમે ઓરલ સેક્સની જે આશા રાખો છો એટલી જ ક્લેરિટી દરેકેદરેક વ્યક્તિને પોતાની પર્સનલ લાઇફમાં હોવી જોઈએ.

ઓરલ સેક્સના કેટલાક બેઝિક નિયમો છે. બન્ને પાર્ટનર્સે એકબીજાને ઑનેસ્ટ રહેવું. મલ્ટિપલ પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરવાથી ચેપી રોગો ફેલાવાની શક્યતાઓ રહે છે માટે ઑનેસ્ટ અકબંધ રાખવી. બન્ને પાર્ટનરે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સની સ્વચ્છતાની વિશેષ કાળજી લેવી જોઈએ. બન્નેએ નિયમિત રીતે પ્રાઇવેટ પાર્ટ્સ ક્લીન કરવા જોઈએ અને સમયાંતરે શેવ કે ટ્રિમ કરીને વાળ દૂર કરવા જોઈએ.

આ જવાબ તમે તમારા હસબન્ડને વંચાવીને તેના મનમાં રહેલી ખોટી માન્યતા દૂર કરવાનો પ્રયાસ કરી શકો છો.

columnists sex and relationships life and style health tips