સ્મોકિંગ ને પાનમસાલાની આદતને કારણે હવે મારી પેનિસમાં સ્ટ્રેન્થ નથી રહી

26 September, 2022 03:57 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મનમાં શું ચાલે છે અને તમે સતત કેવા વિચારો વચ્ચે રહે છો એ વાતને સેક્સલાઇફ સાથે સીધો સંબંધ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

જુનિયર કૉલેજમાં હતો ત્યાં જ મને સ્મોકિંગની આદત પડી. એને મેં ત્રણેક વર્ષ પછી છોડી, પણ સ્મોકિંગની સાથે પાનમસાલા ખાવાની જે આદત હતી એ અકબંધ રહી ગઈ. રાધર, એમાં વધારો થયો. મુંબઈમાં પાનમસાલા પર બૅન છે, પણ અમારા જેવા તલબીઓને એ મળી જ જાય છે. દિવસમાં વીસેક પાનમસાલા ટબૅકો સાથે ખાઈ જઉં છું. ઉંમર ૩૦ની છે અને મૅરેજને બે વર્ષ થયાં છે, પણ ખબર નહીં કેમ મારી સેક્સલાઇફમાં પ્રૉબ્લેમ શરૂ થયા છે. મારી પેનિસ નાની થઈ ગઈ છે. સાચું કહું તો ક્યારેક તો પૂરતી સ્ટ્રૉન્ગનેસ પણ નથી આવતી. ફૅમિલી ડૉક્ટરના કહેવાથી મેં પાનમસાલા છોડવાની કોશિશ કરી છે, પણ હાલત વધુ બગડી. મને ધીમે-ધીમે લાઇફમાંથી રસ ઊડતો જાય છે. કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ હોતો જ નથી. વાઇફ સાથે આ બાબતમાં વાત કરવાની ટ્રાય કરું છું તો તે ગણકારતી નથી. હું શું કરું જેથી તેને પૂરતો સંતોષ આપી શકું અને મારી સેક્સલાઇફ પણ માણી શકું. ચર્ની રોડ

જો કંઈ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારા મનમાંથી આ બધા નેગેટિવ વિચારો કાઢી નાખો. મનમાં શું ચાલે છે અને તમે સતત કેવા વિચારો વચ્ચે રહે છો એ વાતને સેક્સલાઇફ સાથે સીધો સંબંધ છે. સ્મોકિંગ છોડ્યું અને હવે પાનમસાલા પણ છોડ્યા છે એ બહુ સારું કર્યું છે. અત્યારે તમને જે ફીલ આવે છે એ વિધડ્રૉઅલ સિમ્પ્ટમ્સની અસર હોય એવું પ્રાથમિક તબક્કે લાગે છે. તમારા સવાલમાં પણ એ જ વાત દેખાઈ રહી છે.

વિધડ્રૉઅલ સિમ્પ્ટમ્સ વચ્ચે માણસ નેગેટિવ બનતો હોય છે. બાકી ક્યારેય પેનિસ પહેલાં હોય એના કરતાં નાની થઈ જાય એવું બનતું જ નથી. એ પેનિસ છે, ચોકનો ટુકડો નહીં કે ઘસાઈને નાનો થઈ જાય. સેક્સલાઇફનો સૌથી મોટો દુશ્મન જો કોઈ હોય તો એ સ્ટ્રેસ છે અને તમે સતત સ્ટ્રેસ વચ્ચે હો એવું સ્પષ્ટ દેખાય છે. જો તમે માત્ર કૉન્ફિડન્સનો જ અભાવ ધરાવતા હો તો એકાદ વાર દેશી વાયેગ્રાની ટ્રાય કરી જુઓ. એનાથી ઉત્તેજનામાં વધારો થશે. જો એવું થયું તો તમે સફળતા સાથે સેક્સલાઇફ માણી શકશો અને એ સક્સેસ પણ તમારામાં કૉન્ફિડન્સ ભરવાનું કામ કરશે.
સ્મોકિંગ અને પાનમસાલા ખાવાનું તો દૂર રહ્યું, એને હાથ પણ હવે લગાડતા નહીં.

columnists life and style sex and relationships