વાઇફને પીડા થતાં મારી ઉત્તેજના શમી જાય છે

03 August, 2022 12:47 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વાઇફને પીડા થાય છે અને મારી ઉત્તેજના શમી જાય છે. હસ્તમૈથુન થાય છે, પણ સમાગમની ઇચ્છા ખૂબ ઓછી થાય છે. કામેચ્છા જગાવવા શું કરવું?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હું અને મારી વાઇફ બન્ને ૫૪ વર્ષનાં છીએ. વાઇફના મેનોપૉઝ પહેલાં સેક્સલાઇફ ઘણી સારી હતી. જોકે વાઇફનું માસિક બંધ થયા પછી તેની કામેચ્છા સાવ ઘટી ગઈ છે. એ દરમ્યાન હું હસ્તમૈથુન કરતો હતો. એ સમયગાળા દરમ્યાન મને માઇલ્ડ હાર્ટ-અટૅક આવ્યો. આ વાતને એક વર્ષ થઈ ગયું છે. હવે અમે ફોરપ્લે કરીએ છીએ અને હળવી ચેષ્ટાઓ આપીને એનો આનંદ માણીએ છીએ, પણ સમાગમ કરવાના પ્રયત્નમાં નિષ્ફળ જઈએ છીએ. વાઇફને પીડા થાય છે અને મારી ઉત્તેજના શમી જાય છે. હસ્તમૈથુન થાય છે, પણ સમાગમની ઇચ્છા ખૂબ ઓછી થાય છે. કામેચ્છા જગાવવા શું કરવું?
ગોરેગામ

તમે હળવી મસ્તી માણો છો અને હસ્તમૈથુન કરી શકો છો એ બતાવે છે કે તમને કોઈ ફિઝિકલ સમસ્યા નથી. કદાચ મેનોપૉઝના સમયગાળા દરમ્યાનના સમાગમના પીડાકારક અનુભવોને કારણે તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાયટી હોય એવું બની શકે છે. હાલની હાર્ટની સ્થિતિ વિશે જણાવ્યું નથી એટલે એની પર્ફોર્મન્સ પર કેટલી અસર પડતી હશે એ કહેવું મુશ્કેલ છે.
તમે આ દિશામાં ઍક્ટિવલી કામ કરવા માગતા હો તો બે-ત્રણ દિવસ વાઇફ સાથે શહેરથી દૂર ક્યાંક એકાંત મળે એવી જગ્યાએ ફરવા જાઓ. સાથે જ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. 
તમારી પત્નીને મેનોપૉઝ પછી યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. યોનિપ્રવેશ પહેલાં યોગ્ય ચીકાશ પેદા થાય એ માટે કોપરેલ તેલનો ઉપયોગ કરી શકો. ઘણી વાર તેલ લગાવવાથી પણ ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેલ લગાવવાથી સંભવ છે કે દુખાવામાં અઢળક રાહત મળે અને કાં તો એ થાય જ નહીં અને યોનિપ્રવેશ સરળ બને.
જ્યાં સુધી વેકેશન માટે વિચારો નહીં ત્યાં સુધી ફોરપ્લેના આનંદને અકબંધ રાખો એ પણ જરૂરી છે. સેક્સ ડ્રાઇવની સૌથી મોટી ખાસિયત એ છે કે એ નેગેટિવ ડ્રાઇવ પર ગયા પછી ફરીથી પૉઝિટિવ થવામાં સમય લે, ખાસ કરીને તમારી જે ઉંમર છે એ મિડલ એજમાં.

life and style sex and relationships columnists