બૉયફ્રેન્ડને કૉન્ડોમ પહેરતાં ફાવતું નથી

22 November, 2022 02:17 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ચિરાયેલું કે ફાટેલું હોય કે એવો ડાઉટ પણ હોય તો એ કૉન્ડોમ વાપરવું નહીં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બૉયફ્રેન્ડ સાથે ફિઝિકલી ઍક્ટિવ છું. અનવૉન્ટેડ પ્રેગ્નન્સી બાબતે બન્ને બહુ સભાન છીએ. ડિસ્ચાર્જ બહાર થાય એની અમે કાળજી રાખતાં. એમાં અમને બન્નેને બહુ ટેન્શન રહેતું એટલે હવે અમે કૉન્ડોમ વાપરવાનું શરૂ કર્યું છે. પ્રૉબ્લેમ એ છે કે મારા બૉયફ્રેન્ડને કૉન્ડોમ પહેરવાનું બહુ ફાવતું નથી. ક્યારેક સરકી જાય, ક્યારેક અંદર રહી જાય, ક્યારેક ફાટી જાય તો ક્યારેક બરાબર ઉપર ચડે જ નહીં. એક ફાટે તો બીજાથી પ્રોટેક્શન મળે એ માટે હું તેની પાસે બે પીસ ચડાવું છું. એમ છતાં કંઈક ને કંઈક ગરબડ થાય જ છે. ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સથી કામ ચાલી જાય, પણ એનાથી બીજા ઇન્ફેક્શનથી પ્રોટેક્શન ન મળે. અમારે કૉન્ડોમ કઈ બ્રૅન્ડ અને સાઇઝનું વાપરવું જોઈએ? કાંદિવલી

બહુ સારું છે કે તમે સમજો છો કે કૉન્ડોમ માત્ર પ્રેગ્નન્સીમાં જ નહીં, ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે. જોકે બીજી એ વાત સમજવી પણ જરૂરી છે કે એ બન્ને માટે એક જ કૉન્ડોમ કાફી છે. બે કૉન્ડોમ વાપરવાની જરૂર નથી. રાધર, બે વાપરવાથી તો એ સરકવાની, અંદર રહી જવાની કે ફાટવાની સમસ્યા વધે છે. એક જ કૉન્ડોમ વાપરવામાં શું કાળજી રાખવી એની કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખો.

એક પૅકેટમાં એક જ કૉન્ડોમ હોય એવું પૅકેટ ખરીદવું. પ્રત્યેક નવી સેક્સ-ડ્રાઇવ સમયે નવું જ કૉન્ડોમ વાપરવું. ચિરાયેલું કે ફાટેલું હોય કે એવો ડાઉટ પણ હોય તો એ કૉન્ડોમ વાપરવું નહીં.
ફોરપ્લે દરમ્યાન પેનિસમાં ટાઇટનેસ આવી જાય એ પછી જ્યારે પેનિટ્રેશન માટે તૈયાર કરો એ જ સમયે કૉન્ડોમ પહેરી લેવું જોઈએ. એક વખત પેનિટ્રેશન થયા પછી ફરી બહાર કાઢીને કૉન્ડોમ પહેરવાની પ્રક્રિયામાં ટાઇટનેસ ઘટવાના ચાન્સિસ વધી જાય છે.

કૉન્ડોમ ઉપરથી નીચેની તરફ પહેરવું અને ઊંધું ન પહેરાય એનું ધ્યાન રાખવું. એક વાર સંપૂર્ણ રીતે ખૂલી ગયા પછી કૉન્ડોમનો ઉપયોગ નથી થઈ શકતો અને એ કરવો પણ ન જોઈએ. લુબ્રિકન્ટ્સ સાફ થઈ ગયા પછી કૉન્ડોમ નીકળી જવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત સ્પર્મ ડિસ્ચાર્જ પછી પેનિસ સૉફ્ટ થઈ જાય એ એ પહેલાં એને વજાઇનામાંથી કાઢી લેવી જોઈએ. જો એમાં થોડું મોડું થાય તો સ્પર્મ અંદર જવાની શક્યતા રહે છે. 

columnists sex and relationships life and style