મૅસ્ટરબેશનમાં પેઇન નથી થતું પણ પેનિટ્રેશન દરમ્યાન થાય છે

13 September, 2022 12:30 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વજાઇનામાં લુબ્રિકેશન છે કે નહીં એ ચેક કરીને પછીથી જ પેનિટ્રેશન માટે પ્રયત્ન કરવો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

અમારાં મૅરેજને ત્રણ વર્ષ થયાં છે. છેલ્લા છએક મહિનાથી હસબન્ડ બહારગામ રહેતા એટલે ફિઝિકલ રિલેશન શક્ય નહોતાં, પણ હું રેગ્યુલર મૅસ્ટરબેટથી આનંદ માણતી અને મને એમાં મજા પણ પુષ્કળ આવતી. પ્રશ્ન મારા હસબન્ડ પાછા આવ્યા પછી શરૂ થયો. તેમની સાથે સેક્સ કર્યું ત્યારે પેનિટ્રેશન વખતે મને ખૂબ જ પેઇન થયું. પેઇનને કારણે મને જરાય મજા ન આવી અને ઇન્ટરકોર્સ પત્યા પછી વજાઇનામાં બળતરા પણ થવા લાગી. મારા જેવી જ હાલત મારા હસબન્ડની હતી. તેને પણ પેનિસમાં બળતરા થતી હતી. પેનિટ્રેશન પછી ખંજવાળ પણ બહુ આવતી હતી. એ દિવસ પછી અમે વીસેક દિવસનો બ્રેક લીધો અને પછી ફરીથી સેક્સ કર્યું તો એ જ પેઇન થયું. આ વીસ દિવસમાં મેં મૅસ્ટરબેટ કર્યું તો એમાં કોઈ તકલીફ પડી નહીં. પીડાને કારણે હવે સેક્સમાં રસ નથી પડતો. મારે શું કરવું જોઈએ જેથી અમારી સેક્સ-લાઇફ ફરીથી નૉર્મલ થઈ જાય. ગોરેગામ

તમારા હસબન્ડ બહારગામ ગયા એ પહેલાં તમારી સેક્સ-લાઇફ નૉર્મલ હતી અને એ પછી સાત-આઠ મહિનાના ગૅપ પછી સેક્સ દરમ્યાન પેઇન શરૂ થયું. આ બહુ નૅચરલ છે. આવા સંજોગોમાં પેનિટ્રેશન દરમ્યાન પેઇન થવાનું મુખ્ય કારણ વજાઇનલ પાર્ટમાં ચીકણાહટનો અભાવ છે. તમે બરાબર ઉત્તેજિત ન થયાં હો અને એ વખતે થોડાક ફોર્સથી પેનિટ્રેશન કરવામાં આવે તો ડ્રાયનેસને કારણે ઘર્ષણ વધુ થાય છે અને એટલે જ પેઇન વધારે થાય છે.

એવું જોવામાં આવ્યું છે કે લાંબા સમયના ગૅપ પછી જ્યારે સમાગમ કરવામાં આવે છે ત્યારે ક્યારેક ફીમેલને પીડા થાય. તમે એ અનુભવથી ડરીને ફરીથી સેક્સ કરવાનું ટાળશો અને વચ્ચે લાંબો સમય જવા દેશો તો હજીયે એ તકલીફ કન્ટિન્યુ રહેશે એટલે સેક્સની પૅટર્નને બને તો નિયમિત બનાવો. ક્યારેક અઠવાડિયામાં ત્રણ વાર અને પછી ત્રણ અઠવાડિયે એક વાર એમ અનિયમિતતા ન રાખવી. બે સેક્સ-સાઇકલ વચ્ચે જ્યારે પણ લાંબો ગૅપ રહે છે ત્યારે આ સમસ્યા સર્જાઈ શકે છે. ફોરપ્લેમાં વધુ સમય ગાળવો. વજાઇનામાં લુબ્રિકેશન છે કે નહીં એ ચેક કરીને પછીથી જ પેનિટ્રેશન માટે પ્રયત્ન કરવો. એનાથી સ્ટ્રગલ ઘટતાં પેઇન અને સેક્સ પછીની જલન બન્ને ઘટશે.

columnists life and style sex and relationships