ડૉગી પોઝિશન ગમે છે, પણ પછી સંકોચ થાય છે

14 September, 2021 06:54 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બન્ને પાર્ટનર્સને જે પોઝિશનમાં મજા આવે, જે પોઝિશનમાં સરખો આનંદ આવે એવી ક્રિયા જ સાચી મજા આપી શકે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૪ વર્ષની છે, મારા મૅરેજને પાંચ વર્ષ થયાં છે. પહેલાં તો અમારા ફિઝિકલ રિલેશનશિપમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ કંઈક નવું ટ્રાય કરવાના મૂડમાં મારા હસબન્ડને પાછળથી સમાગમ કરવાનું ખૂબ ગમવા માંડ્યું છે. સાચું કહું તો મને મજા આવે છે પણ અંદરખાને મને લાગે છે કે આ જે પોઝિશન છે એ પ્રાણીઓ માટેની છે, માણસોએ એ રીતે સેક્સ ન માણવું જોઈએ. સેક્સ કરતી વખતે તો મારું ધ્યાન એ આનંદ લેવામાં હોય છે પણ પછી મને જ્યારે પણ એ પોઝિશન યાદ આવે છે ત્યારે મને ખૂબ ક્ષોભ-સંકોચ થાય છે અને હકીકત એ છે કે મારા હસબન્ડને એનાથી જ એક્સાઇટમેન્ટ આવે છે. હમણાંથી બીજી કોઈ પોઝિશન ટ્રાય કરે તો જોઈએ એવી હાર્ડનેસ આવતી નથી. તેઓ એ જ પોઝિશનનો આગ્રહ કરે છે, શું તેમની આ માગણી નૉર્મલ છે? બીજી કોઈ રીતે તો તેઓ હિંસક વૃત્તિ નથી ધરાવતા તો પછી અંગત જીવનમાં આવું વિચિત્ર વર્તન કેમ?

કાંદિવલીનાં રહેવાસી

 

સંભોગની સંધિ છૂટી પાડો તો એ બને છે સમ વત્તા ભોગ. મતલબ કે જેમાં સરખા હિસ્સામાં આનંદ મેળવવામાં આવે એ સંભોગ. બન્ને પાર્ટનર્સને જે પોઝિશનમાં મજા આવે, જે પોઝિશનમાં સરખો આનંદ આવે એવી ક્રિયા જ સાચી મજા આપી શકે. તમે જરા પણ ખોટાં નથી કે પાછળથી સેક્સ માણવાની જે પોઝિશન છે એ મોસ્ટલી ડૉગી અને મોટાભાગનાં પ્રાણીઓ જ ઉપયોગમાં લે છે પણ એ પોઝિશન એની માટે જ છે એવું બિલકુલ નથી. વેરિએશન માટે સ્ત્રી-પુરુષો વિવિધ આસનો અપનાવે, જેમાં ડૉગી પોઝિશન પણ એક છે. પુરુષોને આ પોઝિશન વધારે પસંદ છે, કારણ કે એમાં પુરુષ બન્ને હાથે સ્ત્રીની બ્રેસ્ટને ટચ કરવામાં વ્યસ્ત રહે છે. ડૉગી પોઝિશન તમારા હસબન્ડને ગમે તો એમાં કશું ખોટું નથી જ નથી. આ પોઝિશનમાં પુરુષનું પેનિસ અને સ્ત્રીની વજાઇની પકડ પણ વધુ મજબૂત બનતી હોવાથી એમાં આનંદ આવે છે.  પશુ જેવી પોઝિશન ગમવાનો અર્થ એ નથી કે માણસમાં ખરાબી આવે એવું નથી હોતું. જાતીય જીવનનો આનંદ માણો અને ખુશ રહો.

columnists sex and relationships life and style