વાઇફ સાથે કપડાં વિના સૂવાની આદત પડી ગઈ છે, શું કરું?

28 April, 2021 01:23 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

લૉકડાઉનમાં તો કોઈ કોઈને ત્યાં જતું નહીં એટલે અમે બન્ને આ અવસ્થાનો આનંદ લેતાં હતાં પણ હવે બધું ધીમેધીમે શરૂ થયું છે ત્યારે મને થાય છે કે અમારે એમાં સુધારો કરવો જોઈએ. શું અમારી આદત અયોગ્ય અને અસામાન્ય છે, અમારે એને છોડવી જરૂરી છે?

પ્રતીકાત્મક તસવીર

હું બૅન્કમાં જોબ કરતો, આ લૉકડાઉન પીરિયડમાં જ મારું રિટાયરમેન્ટ થયું. મારી ઉંમર પ૯ વર્ષની છે અને મારી પત્ની મારાથી એક વર્ષ નાની એટલે કે પ૮ વર્ષની છે. સુખી દાંપત્યજીવન છે. બાળકોનાં પણ લગ્ન થઈ ગયાં છે અને એ પણ તેમના ઘરે સુખેથી જીવે છે. લૉકડાઉનના આ પીરિયડ દરમ્યાન મને એક આદત પડી છે. મને પત્નીના બ્રેસ્ટ પકડી એની નીપલ મોઢામાં રાખીને નગ્ન સૂવાની આદત પડી છે તો પત્નીને પણ મારી ઇન્દ્રિય પકડીને સૂવાની આદત પડી છે. લૉકડાઉનમાં તો કોઈ કોઈને ત્યાં જતું નહીં એટલે અમે બન્ને આ અવસ્થાનો આનંદ લેતાં હતાં પણ હવે બધું ધીમેધીમે શરૂ થયું છે ત્યારે મને થાય છે કે અમારે એમાં સુધારો કરવો જોઈએ. શું અમારી આદત અયોગ્ય અને અસામાન્ય છે, અમારે એને છોડવી જરૂરી છે?  - મીરા રોડના રહેવાસી

પતિ-પત્ની વચ્ચેની કોઈ પણ ક્રિયા જો બન્નેની અનુમતિથી થતી હોય તો એ આવકારવા યોગ્ય છે, એનો વિરોધ કરવાની કે પછી મનમાં કુશંકાઓ લાવવાની કોઈ જરૂર નથી. આદતને છોડવાની ત્યારે જ જરૂર પડે જ્યારે બેમાંથી એક વ્યક્તિ એનો સ્વીકાર પરાણે કરી રહ્યું હોય. તમારી વાત વાંચતા એવું લાગતું નથી કે તમે બન્ને એકબીજાથી વિપરીત વિચારધારા ધરાવો છો કે પછી એકબીજાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને કમને એવું કરી રહ્યા છો, માટે એની માટે છોછ રાખવાની જરૂર નથી. રિટાયરમેન્ટ પછી સ્વાભાવિક રીતે હવે તમે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ ગયા છો એટલે તમે તમારી લાઇફ તમારી ઇચ્છા મુજબ જીવો તો એમાં ખોટું શું છે? ખાસ કરીને ત્યારે, જ્યારે એ કોઈને નડતર બનનારી સ્ટાઇલ નથી. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી માટે આ રીતભાતને તમે નાહકના ઉંમર સાથે જોડો એ યોગ્ય નથી. વાત્સાયન પણ કહે છે કે પતિ-પત્ની રાજી હોય તો તેમને ગમે એ ક્રિયા સુખેથી કરી શકે છે. એકલાં જ રહો છો તો સુખેથી તમારું અંગત જીવન જીવી શકો છો, પણ હા આદતને આદત સુધી સીમિત રાખજો, એને કૂટેવ બનવા નહીં દેતાં.

sex and relationships life and style columnists