મારી રૂમ-પાર્ટનર સાથે ઇન્ટિમેટ થવાનું મન થાય છે, શું કરું?

30 August, 2022 03:10 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સજાતીય વ્યક્તિ પ્રત્યે થોડુંક આકર્ષણ ધરાવતી વ્યક્તિ એક્સક્લુઝિવલી હોમો જ હોય એવું જરૂરી નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૨૧ વર્ષની છું અને મૂળ ગુજરાતની છું, પણ હાયર એજ્યુકેશન માટે અત્યારે મુંબઈ આવી છું. ગર્લ્સ હૉસ્ટેલમાં રહું છું એટલે ઘણી છૂટ રહે છે. છેલ્લા ત્રણેક મહિનાથી હૉસ્ટેલમાં રહેવા આવેલી એક નવી છોકરીનું વર્તન થોડુંક વિચિત્ર છે. તે અમુક છોકરીઓ સાથે હદ કરતાં વધુ નજદીકી બતાવે છે. શરૂઆતમાં અમને એવું લાગતું હતું કે તે લેસ્બિયન છે, પણ અમને હમણાં ખબર પડી કે તેને તો એક બૉયફ્રેન્ડ પણ છે. રાતે તે આ છોકરીને હૉસ્ટેલ સુધી મૂકવા પણ આવે છે. એકાદ વાર હું રૂમમાં એકલી હતી ત્યારે તે અમારી રૂમમાં એકદમ ટ્રાન્સપરન્ટ કપડાં પહેરીને આવી ગઈ. એટલું જ નહીં, આવ્યા પછી તેને મેં કપડાં ચેન્જ કરવા કહ્યું તો એમ જ બેડ પર પડી રહી. તેનું કહેવું છે કે બે છોકરીઓ વચ્ચે ઇન્ટિમસી હોય એનો મતલબ એ નથી કે તેઓ પુરુષોને પસંદ કરતી બંધ થઈ જાય. સાચું કહું તો ક્યારેક મને પણ એક્સપરિમેન્ટ કરવાનું મન થઈ જાય છે. તેના બ્રેસ્ટને ટચ કરવાનું અને એ ફીડ કરવાનું મન થાય છે. શું હું એકાદ વાર ટ્રાય કરી શકું? અંધેરી

પહેલી વાત. તમે જે છોકરીની વાત કરી રહ્યા છો તે કદાચ બાયસેક્સ્યુઅલ હોઈ શકે. સજાતીય વ્યક્તિ પ્રત્યે થોડુંક આકર્ષણ ધરાવતી વ્યક્તિ એક્સક્લુઝિવલી હોમો જ હોય એવું જરૂરી નથી. તમારે આ છોકરીના આડકતરા આમંત્રણને કેવો રિસ્પૉન્સ આપવો એ તમારા પર નિર્ભર છે. તમે ઉંમરના જે તબક્કે છો એમાં તમને રિસ્કી અને ગલગલિયાં કરાવે એવી પ્રવૃત્તિમાં જોતરાવાની સહજ ઇચ્છા થઈ જાય એવું બની શકે છે, પણ એને તાબે થવું કે ન થવું એ તમારે જાતે જ નક્કી કરવું જોઈએ. 

આ ઉંમરે સેક્સનું અજ્ઞાન હોય અને ઇન્ટિમસીની ખૂબ ઇચ્છા થતી હોય ત્યારે નાનકડાં પ્રલોભનો પણ વ્યક્તિને બીજી દિશામાં ખેંચી જતાં હોય છે. જેમ તમને પસંદગીની સ્વતંત્રતા છે એમ એ પસંદગીનાં પરિણામો ભોગવવાની જવાબદારી પણ તમારી જ છે. આટલું સમજીને તમારી જાતના ભલામાં જાતે જ નિર્ણય લો એ જરૂરી છે અને એ લેતાં પહેલાં એના પ્લસ-માઇનસ પૉઇન્ટ્સ પણ એક વાર વિચારી લેવા. એ દિશામાં ન જવું હોય તો તમે મૅસ્ટરબેશન દ્વારા પણ તમારી જાતને સંતુષ્ટ કરી શકો છો.

columnists life and style sex and relationships lesbian gay bisexual transgender