મને પાછળથી સેક્સમાં મજા આવે છે, પણ વાઇફને નથી ગમતું

16 August, 2021 01:34 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વાઇફને પણ સેટિસ્ફેક્શન મળતું હોય એવું નથી લાગતું. થોડા સમય પહેલાં તમે એવું કહ્યું હતું કે આવી સિચ્યુએશન માટે ઓરલ સેક્સ કે પછી એકબીજાને માસ્ટરબેટ કરી આપીને સંતોષ આપવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

હું ૩૬ વર્ષનો છું, મારા મૅરેજને સાત વર્ષ થયાં છે. છેલ્લા થોડા મહિનાઓથી મને અને વાઇફને રિલેશનશિપમાં મોનોટોની આવી ગઈ હોય એવું લાગે છે. વાઇફને પણ સેટિસ્ફેક્શન મળતું હોય એવું નથી લાગતું. થોડા સમય પહેલાં તમે એવું કહ્યું હતું કે આવી સિચ્યુએશન માટે ઓરલ સેક્સ કે પછી એકબીજાને માસ્ટરબેટ કરી આપીને સંતોષ આપવો જોઈએ. બીજું કે નોર્મલ ઇન્ટરકોર્સને બદલે બૅકમાં સેક્સ કરવાથી વધુ સારી પકડ આવતી હોવાથી મને વધારે મજા આવે છે અને પેનિટ્રેશન સમયે સ્પર્મ અંદર જવાનો પણ ડર નથી રહેતો, પણ પ્રોબ્લેમ એ છે કે એ પ્રકારની રિલેશનશિપ બાંધવામાં મારી વાઇફને પેઇન થવાથી આવું પેનિટ્રેશન ગમતું પણ નથી. પેઇન વિના એ પોઝિશન થઈ શકે ખરા?
મલાડના રહેવાસી

 સેક્સ રિલેશનશિપને એક પ્રક્રિયા તરીકે જોવાને બદલે એને સેટિસ્ફેક્શન લેવલ પર જ જોવાનું રાખજો અને વાત જ્યારે સંતોષની હોય ત્યારે એ સંતોષ કેવી રીતે મળે છે એ સેકન્ડરી બની જાય છે. તરસ લાગી હોય એવા સમયે પાણી કાચના ગ્લાસમાં મળે, સ્ટીલના ગ્લાસમાં કે પછી પ્લાસ્ટિકની બોટલમાં એ ગૌણ હોય છે. પાણી મહત્ત્વનું છે. એવી જ રીતે સેક્સમાં સંતોષ મહત્ત્વનો છે. 
કામસૂત્રમાં ઋષિ વાત્સ્યાયને કહ્યું છે કે જો કોઈ પોતાના સાથીને મૂળભૂત સેક્સ રિલેશનશિપથી સંતોષ ન આપી શકે તો તેણે જીભથી ઓરલ સેક્સ કે પછી આંગળીથી માસ્ટરેટ કરીને સંતોષ આપવો જોઈએ, કારણ કે સંતોષનો અનુભવ મનમાં હોય છે અને મનથી જો તૃપ્ત થાઓ તો ક્યારેય કોઈ ફરિયાદ રહે નહીં. 
બૅક-સાઇડ પર સેક્સ કરવામાં ફીમેલને પેઇન થાય એ નેચરલ છે, કારણ કે વજાઇનલ મસલ્સ ફ્લેક્સિબલ હોય છે તો એ ભાગમાં નૅચરલી જેલ જેવું પ્રવાહી ઉત્પન્ન થાય છે, પણ બૅક-સાઇડમાં આ બેમાંથી કોઈ ગુણ નથી. હા તમે કોપરેલ કે જેલી યુઝ કરશો તો પેનિટ્રેશનમાં ઓછી તકલીફ પડશે, પણ મહત્ત્વનું એ છે કે વાઇફને એ પસંદ આવે. જો તેને ગમે તો આ જ પોઝિશનનો ઉપયોગ કરવો.

Dr. Mukul Choksi columnists sex and relationships life and style