હમણાં મૅરેજ નથી કરવાં અને પૂરતું એક્સાઇટમેન્ટ પણ માણવું છે

28 November, 2022 02:37 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કૉન્ડોમની બનાવટ જ એ રીતે થઈ છે કે એક વાપરો તોય પૂરતું પ્રોટેક્શન મળે, પણ તમને એ વાપરતાં નથી આવડતું એટલે તમારે બધા પ્રૉબ્લેમ થાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

એજ ૨૭ વર્ષની છે. ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલ રિલેશનશિપ રાખું છું, પણ મને પ્રેગ્નન્સીની ચિંતા બહુ રહે છે. અમે આવતા એકાદ વર્ષ સુધી મૅરેજ કરવાનાં નથી અને એ પછી પણ બીજા બે વર્ષ સુધી બાળકોની કોઈ ઇચ્છા નથી. મારી ગર્લફ્રેન્ડને પણ ઇન્ટિમસીમાં મજા આવે છે, પણ તેના મનમાં પ્રેગ્નન્સીની ચિંતા હોય છે, જેને લીધે એ ખૂલીને એન્જૉય નથી કરી શકતી. સેફ્ટી માટે જે ઇઝી-વે છે એ કૉન્ડોમ વાપરવાનું મને ફાવતું નથી. વારેઘડીએ નીકળી જવાની અને ફાટી જવાનો મનમાં ડર રહે છે અને એને લીધે એક્સાઇટમેન્ટનો અનુભવ હું કરી શકતો નથી. છેલ્લા થોડા સમયથી તો ડબલ પ્રોટેક્શન માટે હું બે કૉન્ડોમ પહેરું છું. અત્યારે અમે ફીમેલ કૉન્ટ્રાસેપ્ટિવ ઑપ્શન વાપરી શકીએ એમ નથી. પુલ-આઉટ મેથડમાં પણ ક્યારેક ગરબડ થાય છે. શું કરીએ? અંધેરી

પ્રેગ્નન્સી અટકાવવા માટે કૉન્ડોમ જેટલું સેફ પ્રોટેક્શન બીજું કોઈ નથી. જરૂર છે એને યોગ્ય રીતે વાપરતાં શીખવાની. કૉન્ડોમની બનાવટ જ એ રીતે થઈ છે કે એક વાપરો તોય પૂરતું પ્રોટેક્શન મળે, પણ તમને એ વાપરતાં નથી આવડતું એટલે તમારે બધા પ્રૉબ્લેમ થાય છે. યાદ રાખજો, તમે જ્યારે બે કૉન્ડોમ ઉપરાઉપરી વાપરો છો ત્યારે વધુ ગરબડ થાય છે. કૉન્ડોમ વાપરતાં શું અને કેવી કાળજી રાખવી એ સમજી લો.

હંમેશાં સિંગલ કૉન્ડોમનું પૅકેટ ખરીદવું. પ્રત્યેક નવી સેક્સ ડ્રાઇવ સમયે નવું જ કૉન્ડોમ યુઝ કરવું અને એ વાપરતાં પહેલાં ચિરાયેલું કે ફાટેલું નથી એનું ધ્યાન ખાસ રાખવું. ઘણી વખત પહેરવાની ઉતાવળમાં તમારા જ નખના કારણે પણ એ તૂટી શકે છે તો સાથોસાથ એ પણ યાદ રાખજો, માર્કેટમાં મળતા દરેક કૉન્ડોમની ટેસ્ટ પહેલેથી કરેલી હોય એટલે ફરી ફુગ્ગાની જેમ ફુલાવીને એમાં કાણું છે કે નહીં એ ચેક કરવાની કોઈ જરૂર નથી. 

પેનિસ યોગ્ય રીતે ટાઇટ થાય અને પેનિટ્રેશન માટે તમે તૈયારી કરો એ પહેલાં કૉન્ડોમ પહેરી લેવું. કૉન્ડોમ અવળું ન પહેરાય એનું પણ ધ્યાન રાખવું. જો એ એક વાર સંપૂર્ણ રીતે ખૂલી ગયું તો બીજી વખત એનો યુઝ નહીં થઈ શકે. સ્પર્મ ડિસ્ચાર્જ પછી પેનિસ પડે એ પહેલાં એને વજાઇનલ પાર્ટમાંથી કાઢી લેવું. ધારો કે રિલૅક્સ થઈને પડ્યા રહેવું હોય તો પણ પેનિસ સાવધાની સાથે બહાર કાઢી લેવો હિતાવહ છે.

columnists sex and relationships life and style